નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

સેવાઓ

4/27/2024 2:30:36 AM

સેવાઓ

 

 

કચેરી દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્તવિવરણ

 

        કચેરી મુખ્યત્વે ત્રણ પ્રકારની સેવાઓ આપે છે, જેમાં ખાતા દ્વારા અમલ કરાવવામાંઆવતા કાયદા-નિયમો હેઠળ આવરી લેવાતા પદાર્થોના નિયંત્રણ, નિયમન અને આવા પદાર્થોનાદૂષણથી બચવા માટે સામાજિક શિક્ષણ અર્થે પ્રચારનો સમાવેશ થાય છે.

 

        કચેરી દ્વારા નીચે મુજબના પ્રતિબંધિત પદાર્થોના ઉત્પાદકો, વપરાશકર્તાઓ, વેચાણકર્તાઓ અને ઉપભોગકર્તાઓને જુદા જુદા પ્રકારના પરવાના, પરમિટ, અધિકૃતિપત્રો આપીઆ પદાર્થોના વપરાશ-વેચાણ વિગેરેનું નિયંત્રણ કરવામાં આવે છે.

અનુક્રમ

પ્રતિબંધિત પદાર્થનું નામ

નીરો

વિદેશી દારૂ

સેક્રામેન્ટલ વાઇન

રેક્ટિફાઇડ સ્પિરિટ

ઔદ્યોગિક આલ્કોહોલ

વિકૃત કરેલ સ્પિરિટ

વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટો

સ્પિરિટવાળી ઔષધીય અને અન્યબનાવટો

કેફી પીણા તરીકે અયોગ્ય હોય તેવી સ્પિરિટવાળીબનાવટો

૧૦

અફીણ

૧૧

ભાંગ

૧૨

મહુડા ફૂલો

૧૩

મોલાસીસ

૧૪

મીથાઇલ આલ્કોહોલ

૧૫

નવસાર

૧૬

અખાદ્ય ગોળ

૧૭

પોષ ડોડવા

૧૮

હાનિકારક ઔષધો

૧૯

નોટિફાઇડઔષધો

 

નિયમોનુસાર ઠરાવવામાં આવેલ હોઇ તેવા કિસ્‍સાઓમાં આવા પદાર્થોની હેરફેર, આયાત કેનિકાસ માટે પાસ વિગેરે કાઢી આપવામાં આવે છે. ઉપરાંત આ પદાર્થોનાશુદ્ધબુદ્ધિપૂર્વકના લાભાર્થીઓ દ્વારા થતી કામગીરી જેવી કે પ્રતિબંધિત પદાર્થનીખરીદી, વપરાશ, ઉત્‍પાદન, વેચાણ વિગેરેની ચકાસણી કરી, આવા પદાર્થોનું નિયમન પણકરવામાં આવે છે.

  • કચેરી દ્વારા સમાજના તમામ વર્ગના લોકોના સામાજિક શિક્ષણના હેતુસર નશાબંધી પ્રચારઅર્થે જુદા જુદા પ્રકારના પ્રચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાંમુખ્યત્વે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે.શૈક્ષણિક કાર્યક્રમોમાં વકતૃત્વ-નિબંધ-ચિત્ર અને રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિકકાર્યક્રમોમાં હાસ્યરસ-મનોરંજનના નાટકો, શેરી નાટકો, મહેંદી હરિફાઇ, ગરબા હરિફાઇ, લોકગીતો, દેશભક્તિ ગીતો, ભજનો, જાદુ (મેજીક શો), ફિલ્મ શો, નશાબંધી પોસ્ટરપ્રદર્શનો, ચર્ચા સભાઓ, મીટિંગ વિગેરેનો સમાવેશ થાય છે. વળી, ખાતા દ્વારા હાઇવેહોર્ડિંગ, પ્રચાર બોર્ડ, એસ.ટી.બસની બેક પેનલો, પ્રચારના બેનરો, ભીંત ચિત્રો તથા સૂત્રો, વર્તમાન પત્રોમાંની જાહેરાતો તથા વિવિધ પ્રકારના સંમેલનો જેમ કે વિદ્યાર્થી સંમેલન, લોકસંમેલન, યુવા સંમેલન, મહિલા સંમેલન, ધાર્મિક સંમેલન, શિબિરો, પરિસંવાદોવિગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. વળી, દૂરદર્શન દ્વારા વ્યસનમુક્તિને લગતાસૂત્રો, નાટકો, સીરિયલ વિગેરે પ્રસારિત કરવામાં આવે છે.
 
  • રાજ્યના જુદાજુદા પછાત વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને મનોરંજનનીસાથે સામાજિક શિક્ષણ મળી રહે તે હેતુથી સ્થાનિક રજિસ્ટર્ડ મંડળોને સહાય આપી પૂ.રવિશંકર મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે.