નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
બી. ૧ પરવાનો |
7/4/2025 1:42:46 PM |
|
રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનરે દવાના ઘટક તરીકે વાપરવા માટે ભાંગ કબજામાં રાખવા અને ઔષધ- પત્ર પર આવી ભાંગયુકત દવાના વેચાણ માટેનો બી-૧ પરવાનો.
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-
-
રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી.
-
દવાખાના / ડિસ્પેન્સરી / હોસ્પિટલની જગાનો પુરાવો.
-
અરજદારનાં પદવી પ્રમાણપત્ર અને રજિસ્ટ્રેશન અને / અથવા (જરૂરી હોય તે કિસ્સામાં) રીન્યુઅલ સ્લિપની નકલ.
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો -
-
રજૂ કરેલ માહિતીની ચકાસણી કરી, જરૂર જણાયેથી બીજી વિગતો માંગવામાં આવશે.
-
જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો.
-પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.
વર્ષ અથવા તેના ભાગ માટે ફી
|
રૂ/. ૫
|
આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮ (ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધો (૩) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.
1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે. |
-
પરવાનાની મુદત નાણાકીય વર્ષના અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરીને અરજી કરવાની રહેશે.
-
પરવાના સિવાય ભાંગયુકત દવાઓનું વેચાણ કરવાથી કે તે કબજામાં રાખવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૯૦ હેઠળ છ માસ સુધીની કેદ અને / અથવા રૂ/.૫૦૦ સુધીના દંડની સજા થઇ શકે છે.
1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|
|