ઘરે પીવા માટે નીરો કબજામાં રાખવાની પરમિટ
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-
- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
- રહેઠાણનો પુરાવો
- ઉંમરનો પુરાવો.
- સક્ષમ તબીબી સત્તાધિકારીની નિયત નમૂનામાં થયેલ ભલામણ.
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો -
- રજૂ કરેલ માહિતીની ચકાસણી કરી, જરૂર જણાયેથી બીજી વિગતો માંગવામાં આવશે.
- જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
પરમિટ મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો -
- પરમિટ મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.
વર્ષ અથવા તેના ભાગ માટે ફી
|
રૂ/. ૫૦
|
- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ અને જપ્તી (૨) પરચુરણના સદરે ભરપાઇ કરવાની રહેશે.
1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે. |
- પરમિટની મુદત સક્ષમ તબીબી સત્તાધિકારીની ભલામણ જેટલા સમયની રહેશે.
- પરમિટ સિવાય નીરાનું વેચાણ કરવાથી કે તે કબજામાં રાખવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૯૦ હેઠળ છ માસ સુધીની કેદ અને / અથવા રૂ/.૫૦૦ સુધીના દંડની સજા થઇ શકે છે.
1 પરમિટધારકોની યાદી સહિત આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.