નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

બી. ૨ પરવાનો

4/26/2024 1:22:53 AM

સંસ્થા / ઉત્પાદક દ્વારા ભાંગયુકત દવાઓનાં ઉત્પાદન તથા વેચાણ માટેનો પરવાનો

(આ પરવાનો એલ. પરવાનાને સંલગ્ન રહેશે)

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી.

- લિમિટેડ કંપનીનાં કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો આધાર.

- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાઢી આપવામાં આવેલ પરવાના, મંજૂર કરાયેલ ફોર્મ્યુલા અને થયેલ ફાળવણી હુકમની નકલ.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગત :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

- જેના આધારે જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ. ૫૦

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮ (ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધો (૩) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા પહેલા તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાના સિવાય ભાંગયુકત દવાઓનું ઉત્પાદન તથા વેચાણ કરવાથી કે તે કબજામાં રાખવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૯૦ હેઠળ છ માસ સુધીની કેદ અને / અથવા  રૂ/.૫૦૦ સુધીના દંડની સજા થઇ શકે છે.

1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.