મહુડા ફૂલોના વેચાણ માટેનો પરવાનો -
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-
- રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.
- સંસ્થાની નોંધણીનો આધાર.
- અરજદાર મહુડા ફૂલના ઝાડની માલિકી ધરાવતા હોય તો તે અંગેનો પુરાવો.
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-
- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
- બાદ તેમની કક્ષાએથી અરજી જિલ્લા નશાબંધી સમિતિ સમક્ષ મુકવામાં આવશે. આ સમિતિ સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવશે.
- જિલ્લા નશાબંધી સમિતિનો અભિપ્રાય મળ્યેથી અરજીનો યોગ્ય તે નિકાલ કરવામાં આવશે.
નોંધ - નિયામક, નશાબંધી અને આબકારી કચેરી, ગુજરાત રાજય, અમદાવાદએ જેને માન્ય મંડળ ગણેલ હશે તેવા સરકારી એકમો કે સ્થાનિક સત્તામંડળની અરજીઓનો પણ જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવશે.
પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-
- પરવાનો મંજૂર થયેથી તેના માટે જથ્થા આધારીત પ્રવર્તમાન દરે ફી વસુલ લેવામાં આવશે. માન્ય મંડળ માટે વર્ષ અથવા વર્ષનાં ભાગ માટે હાલ રૂ/.૧૦૦ ની ફી નિર્ધારીત થયેલ છે.
- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ અને જપ્તી (૨) પરચુરણનાં સદરે ભરપાઇ કરવાની રહેશે.
1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે. |
- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
- પરવાના સિવાય મહુડા ફૂલોની આયાત, નિકાસ, હેરફેર, વેચાણ, ખરીદી કે તેને એકઠા કરવાથી કે તે કબજામાં રાખવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૯ હેઠળ પ્રથમ ગુના માટે ઓછામાં ઓછી ત્રણ માસની કેદ અને ઓછામાં ઓછા રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.
વિશેષ નોંધ :- સરકારશ્રીએ રાજયના ચોકકસ વિસ્તારોમાં દર વર્ષે તા.૧ લી માર્ચથી તા.૩૧ મી ડીસેમ્બર સુધીના સમયને વેકેશન પીરિયડ તરીકે જાહેર કરેલ છે. આ સમયગાળા દરમિયાન રાજયના આ ચોકકસ વિસ્તારોમાં મહુડા ફૂલ એકઠા કરવા, તેની હેરફેર, વેચાણ, ખરીદી કે કબજા માટે કોઇ પરવાના, પરમિટ કે પાસની જરૂરત રહેશે નહિં.
1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|