નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ઓ. પી. ૨ - એ પરવાનો

7/5/2025 4:33:31 PM

ડીલરે અફીણયુકત દવાઓ કબજામાં રાખી વેચાણ કરવા માટેનો પરવાનો

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી.

- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો આધાર.

- ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ હેઠળના માન્ય પરવાનાની નકલ.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે. 

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/. ૫૦

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮ (ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધો  (૩) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા પહેલા તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાના સિવાય અફીણયુકત દવાઓના ઉત્પાદન, વપરાશ અને વેચાણ કરવાથી કેફી ઔષધ અને મન:પ્રભાવી દ્રવ્ય અધિનિયમ, ૧૯૮૫ની કલમ ૨૧ હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની કેદ અને ઓછામાં ઓછા એક લાખ રૂપિયા દંડની સજા થઇ શકે છે. 

1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.