નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

પોપી. ૨ - એ એ પરવાનો

7/4/2025 7:07:20 AM

પોષ ડોડવાના જથ્થાબંધ વેચાણ માટેનો પરવાનો

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.

- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો આધાર.

- અરજદાર કે તેમના કોઇ ભાગીદાર રાજયમાં અન્ય કોઇ સ્થળે પોપી ૨ કે પોપી ૨ એએ પરવાના ધરાવે છે કે કેમ ? અથવા આવા પરવાનામાં ભાગીદારી ધરાવે છે કે કેમ ? તેની પૂરી વિગતો.

- સક્ષમ સત્તાધિકારના પોઇઝન લાઇસન્સની નકલ.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

- બાદ તેમની કક્ષાએથી અરજી જિલ્‍લા નશાબંધી સમિતિ સમક્ષ મુકવામાં આવશે આ સમિતિ સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવશે.

- જિલ્લા નશાબંધીનો અભિપ્રાય મળ્યેથી અરજી, નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ મારફત સરકારશ્રીને મોકલવામાં આવશે. જે કક્ષાએથી અરજી અંગે સુચના મળ્યેથી, જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચે જણાવેલા દરે ફી તથા ડીપોઝિટ ભરપાઇ કરવાની રહે છે.

પોષ ડોડવાની વાર્ષિક વેચાણ મર્યાદા

વર્ષ અથવા તેના ભાગ માટે ફી રૂ/. માં

ડીપોઝિટ રૂ/.માં

૨,૫૦૦ કિલોગ્રામ સુધી

૨,૫૦૦

પ,૦૦૦

૨,૫૦૦ કિલોગ્રામથી વધુ અને ૫,૦૦૦ કિલોગ્રામ સુધી

૫,૦૦૦

૭,૦૦૦

૫,૦૦૦થી કિલોગ્રામથી વધુ

૭,૦૦૦

૯,૦૦૦

- ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮ (ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધો (૩) ફી નાં સદરે ભરપાઇ કરવાની રહેશે.

1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાના સિવાય પોષ ડોડવાનું ઉત્પાદન, વપરાશ કે વેચાણ કરવાથી કેફી ઔષધ અને મન:પ્રભાવી દ્રવ્ય અધિનિયમ, ૧૯૮૫ની કલમ ૧૫ હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની કેદ અને  ઓછામાં ઓછા એક લાખ રૂપિયા દંડની સજા થઇ શકે છે. 

1 આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.