નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

બી પઝેશન પરમિટ

6/30/2022 5:01:44 PM
નમૂના "બી" માં કાઢી આપવામાં આવતી પરમિટ

અન્ય કોઇપણ પ્રકારનો પરવાનો કે પરમિટ ધરાવનાર એકમ કે વ્યકિત એક યા બીજા કારણોસર તે ધરાવતી બંધ થાય તો તેવા પરવાના કે પરમિટ હેઠળ જે - તે સમયે તેના કબજામાં રહેલ પ્રતિબંધિત ચીજવસ્તુ કબજામાં રાખવા માટે આ પરમિટ કાઢી આપવામાં આવે છે.

  • પરમિટ મેળવવા સારુ અરજદારે પોતાના લેટરહેડ ઉપર અથવા તેની અપ્રાપ્યતાના કિસ્સામાં સાદા કાગળ ઉપર રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી જે તે જિલ્લા કચેરીને તેના માટેના ખાસ કારણો દર્શાવીને અરજી કરવાની રહેશે.

 

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :- 

  • અરજદારના કબજામાં રહેલ પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થાની ખરાઇ તથા જરૂરી તપાસ સારૂ જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા એકમની મુલાકાત લઇ ચકાસણી કરવામાં આવશે.

  • જેના આધારે જિલ્લા કચેરી દ્વારા અરજીનો નિકાલ કરવામાં આવશે.

  • પરમિટ હેઠળ કબજામાં રાખેલ પ્રતિબંધિત ચીજવસ્તુનો નિકાલ નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય તરફથી મળેલ મંજૂરી મુજબ જ કરી શકાશે.

      પરમિટ મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

  • પરમિટ મંજૂર થયેથી તેના માટે વર્ષ અથવા તેના ભાગ માટે રૂ/.૧૦૦ ની ફી ભરપાઇ કરવાની રહેશે.

  • આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ અને જપ્તી (૨) પરચૂરણના સદરે ભરપાઇ કરવાની રહેશે.

  • રમિટની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષના અંત (તા.૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ બાદ તેને ફરી તાજી કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

1 પરમિટધારકોની યાદી સહિત આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.