નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

બી. ડબલ્યુ. આઇ. એ. ૧ પરવાના માટેની અરજીનો નમૂનો

7/5/2025 5:39:06 PM

ઔદ્યોગિક આલ્કોહોલના સંગ્રહ અને દરિયાપાર નિકાસથી વેચાણ માટેનો પરવાનો

  • અરજદારનું નામ અને સરનામું (કોઇ ભાગીદારી પેઢીના કિસ્સામાં તેના ભાગીદારોના અને કોઇ કંપનીના કિસ્સામાં તેના ડીરેકટર્સના નામ અને સરનામાં પૂરા પાડવા જોઇશે);

  • વખાર તરીકે વાપરવાના મકાન, ઓરડાઓ, ટાંકીઓ અથવા બાંધકામોના વર્ણન અને સાચા પ્લાન સહિત ઔદ્યોગિક આલ્કોહોલનો બોન્ડમાં સંગ્રહ કરવાનો હોય તે સ્થળનું નામ અને સરનામું;

  • નિકાસ માટેનો ઔદ્યોગિક આલ્કોહોલ જયાંથી મેળવવાનો હોય તે સ્ત્રોત અને કોઇ એક સમયે અને કોઇ એક માસમાં કે વર્ષમાં મેળવવા ધારેલ દરેક પ્રકારના ઔદ્યોગિક આલ્કોહોલનો મહત્તમ જથ્થો;

  • કોઇ એક સમયે બોન્ડમાં સંગ્રહ કરવા ધારેલ દરેક પ્રકારના ઔદ્યોગિક આલ્કોહોલનો મહત્તમ જથ્થો;

  • કોઇ એક સમયે અને કોઇ માસમાં કે વર્ષમાં વખારમાંથી ભારત બહારના સ્થળોએ દરિયાઇ માર્ગે નિકાસ કરવા ધારેલ દરેક પ્રકારના ઔદ્યોગિક આલ્કોહોલનો મહત્તમ જથ્થો;

  • અરજદાર જે તારીખથી બોન્ડમાં ઔદ્યોગિક આલ્કોહોલનો સંગ્રહ કરવા ધારતા હોય તે તારીખ;

  • અરજદાર, અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો અને આદેશોની જોગવાઇઓના યોગ્ય પાલનની બાંહેધરી તરીકે નિયામક ઠરાવે તેટલી રકમની જામીનગીરી જમા કરાવવા તૈયાર છે કે કેમ ?

  • અરજદાર, મુંબઇ રેકિટફાઇડ સ્પિરિટ નિયમો, ૧૯૫૧ અથવા મુંબઇ વિકૃત કરેલ સ્પિરિટ નિયમો, ૧૯૫૯ હેઠળ કોઇ પરવાનો ધરાવે છે કે કેમ ? અને જો ધરાવતા હોય તો આવા દરેક પરવાનાની તારીખ, નંબર અને પ્રકાર;

  • અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો અને આદેશોની જોગવાઇઓ અને પરવાનાની શરતોનું અરજદાર પાલન કરશે તે મતલબની અરજદાર દ્વારા સહી થયેલ લેખિત બાંહેધરી.