નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

સ્‍વામી સચ્ચિદાનંદ

6/30/2022 3:19:16 PM

વક્તવ્‍ય

"આઝાદી મળ્યા પછી આખા દેશનો વિકાસ થાય, પ્રજા સુખી થાય, ઉન્નતિ થાય અને સૌ કોઇ ખાતા-પિતા સારી રીતે પૂર્વકના જીવે એ જરૂરી હતું. તેના માટેનાં જે પ્રયત્‍નો થયા, એમાંનો એક બહુ મહત્‍વનો પ્રયત્‍ન હતો, કે લોકો, ખાસ કરીને ગરીબ વર્ગો અને મધ્‍યમ વર્ગના લોકો પોતાની કમાણીનો બહુ મોટો હિસ્‍સો દારૂની પાછળ અને જુગારની પાછળ ખર્ચી નાખતા હોય છે. જો એ લોકોને આ દૂષણમાંથી મુકત કરવામાં આવે તો તેમના ઘણા સુખો વધારી શકાય. આવી ધારણા રાખીને ગુજરાત સરકાર અને બીજી સરકારોએ મળીને દારૂબંધીનો કાયદો સ્‍થાપિત કર્યો. તેનો અમલ કરવાનો પ્રયત્‍ન થઇ રહ્યો છે અને જો આ કાયદો સફળ રહે તો હું માનું છું કે ગરીબોની જે કમાણી છે, તે મોટા અર્થમાં બચાવી શકાય અને એના દુરુપયોગને અટકાવી શકાય. એટલે ગુજરાતના ભાઇઓ-બહેનો સૌને મારી અપીલ છે કે આપ કાળી કમાણી કરીને, કાળો પરસેવો પાડીને જે બે પૈસા કમાવ છો, તેનો ઉપયોગ તમારાં બાળ બચ્‍ચા માટે કરો, છોકરાઓને ભણાવવા માટે કરો. દૂધ લાવો, ઘરમાં સુખચેન થાય એવો પ્રયત્‍ન કરો. પણ કદી પણ સરકારનો કાયદો તોડીને કે તોડાવીને, કદી પણ, દારૂની લતે ચડવું જોઇએ નહીં. જો દારૂની લતે નહીં ચડો તો તમે જરૂર સુખી થશો. લગભગ દુનિયાના ઘણા ધર્મોમાં એવું કહેવામાં આવ્‍યું છે કે દારૂ એ બહુ મોટામાં મોટો શેતાન છે અને એ શેતાનથી બચે એને જ ભગવાન મળી શકે. તો આ શેતાનથી બધા બચે અને ભગવાન તરફ વળે એવી મારી સૌને હાર્દિક પ્રાર્થના છે."