નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
પ્રમુખ સ્વામી મહારાજ |
7/5/2025 5:45:50 AM |
|
વક્તવ્ય
"જય સ્વામીનારાયણ : દારૂ, અફીણના ને અને ગાંજો વિગેરે જે બધા દુષણો છે, તેનાથી સમાજને ઘણું બધું નુકશાન છે. અને એમાં હજારો માણસો, લાખો બરબાદ પણ થઇ ગયા છે. અને આપણે જાણીએ છીએ કે સમાજની અંદરથી એ દૂર થશે તો સમાજની અંદર શાંતિ થશે અને કૌટુબિક પણ શાંતિ થશે અને આર્થિક રીતે પણ મનુષ્યને પણ બહુ ફાયદો થાય. કારણ કે દારૂ-અફીણનું સેવન કરવાથી ઘણા માણસોને, ઘણા મોટા રોગને નુકશાન થઇને, કેન્સર જેવા રોગો પણ થાય છે ને થાય છે. અને દારૂથી લીવર ઉપર પણ એક નુકશાન થાય છે. અને લીવર આખું ખલાસ થાય છે. એવા ઘણા અમે પ્રસંગો જોયા છે કે દારૂશપીનાર માણસને આ લીવરની ઉપાધી થવાથી મૃત્યુ થયું છે. અને એને માટે ઘણા સારા ડોકટરના અભિપ્રાયો પણ આપણે જાણીએ છીએ કે જેનાથી ડોકટરોએ કહ્યું છે. ‘‘આ પીવાથી અને આનો ઉપયોગ કરવાથી નુકશાન થાય છે. અને રોગ પણ ઉત્પન થાય છે. મૃત્યુ પણ થાય છે.‘‘ ને સમાજમાં આજરોજ દારૂબંધી માટે તો ધાર્મિક રીતે પણ નિષેધ છે. સમાજિક રીતે છે. રાજકીય રીતે પણ નિષેધ છે. પણ મનુષ્ય એવો એક જાતનો વ્યસની થઇ જાય છે, પરાધીન થઇ જાય છે. એને લઇને દુઃખી થાય છે. પણ એની માટેના ઉપાયો તો શાસ્ત્રોમાં પણ બતાવ્યા છે. સામજિક રીતે, રાજકીય રીતે ફાયદાઓ પણ છે. અને મનુષ્યની અંદરથી જો આ દારૂના દુર્ગુણો જશે તો ઘણો જ મોટો ફાયદો સમાજને થવાનો. ભગવાન સ્વામિનારાયણે પણ આ નિષેધ વ્યસનો પર ખૂબ નિષેધ કરેલો છે. શિક્ષાપત્રી લખી એમાં પણ લખી જ નાખ્યું છે કે આ વ્યસનોથી ઘણું દુઃખ થાય છે. ને એ વ્યસન કોઇએ કરવું નહીં એવું પોતાના અનુયાયીઓને આદેશ પણ આપેલ છે અને બીજા ધાર્મિક રીતે પણ એ લોકોનું મિશન છે જ તો દારૂ આ જે છે એનું સેવન, અફીણનું સેવન છે અને જે બીજા વ્યસનો એવા છે કે જેનાથી નુકશાન છે. ધુમ્રપાન છે એ પણ એક નિષેધની વસ્તુ છે. અત્યારે આ લોકો ધુમ્રપાન પણ એટલું જ કરે છે. એનાથી પણ કેન્સરની અસર થાય છે અને શરીરમાં રોગ પ્રવેશે છે તેનાથીયે એ દુઃખ થાય છે. તો મનુષ્યને આ પ્રમાણે જો માર્ગદર્શન આપવામાં આવે તો, ઘણા માણસો સમજે પણ છે. વ્યસન મુકે છે ભગવાન સ્વામિનારાયણના વખતથી ભગવાનશ્રીજી મહારાજે સંતોને આદેશ આપ્યો કે તમે ગામડે ગામડે જઇને માણસો નિર્વ્યસની બને અને સારી રીતે તેનું જીવન જીવે એવો ઉપદેશ આપજો. એ પ્રમાણે જઇ ગામો ગામ તેમનો ઉપદેશ આપ્યો. તે ઘણો જ તેમાંથી લોકોને ફાયદો થયો તો તે માર્ગે ચાલ્યા‘તા. અત્યારે પણ આ જાતનો નિષેધ, ને આ જાતનું કાર્ય અમારા સંપ્રદાયના સંતો કરી રહ્યા છે. અને દરેકે દરેકે મનુષ્યો તેમાં સુધર્યા છે. એટલે આદિવાસી એરીયાની અંદર પણ લોકોને આ વ્યસનોથી દૂર કર્યા છે. એક વ્હેમ, વ્યસન અને વિષય એ ભગવાનને માર્ગે, સારે માર્ગે ચાલવા દેતા નથી તો એ પણ ત્યાં અગાડી આદિવાસીની અંદર પણ ઘણા ઠેકાણે આખી પટ્ટીમાં અમારું કામ ચાલે છે. ત્યાં બધું કરવાથી લોકોએ (વ્યસન)* મુકયા છે. દારૂ મુકયા છે. ઘણા સુખી થયા છે. જેને કપડું પહેરવા નહતું, જેને કંઇ ખાવા નહતું તે જેને વ્યસન મુકવાથી પૈસા બચ્યા. એટલે એક તો એનું આરોગ્ય સારૂં થયું અને એ મહેનત પણ કરતા થઇ ગયા અને પૈસા કમાતા પણ થઇ ગયા. એટલે એનો લોક સમાજ, એમના છોકરાને, પરીવારને પણ શાંતિ થયેલી છે. એટલે સમાજમાં આ જે કંઇ વ્યસનો છે. બીજું છે એનાથી નશા જેટલા થાય છે એનાથી માનસિક રીતે પણ માણસ ખરાબ થઇ જાય છે. આર્થિક રીતે પણ ખરાબ થઇ જાય છે. અને બીજી રીતે પછી માણસ મહેતન પણ ન કરી રે, ન પૈસા કમાઇ રે અને દુઃખી થાય છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે વ્યસનો છે, એ વ્યસનો છે તે પૂર્ણરૂપે દૂર થાય અને એના માટેના પ્રયત્ન દરેક મનુષ્યો કરતાં રહે અને કાયદાથી પણ સરકાર તો કરે છે અને એનો વધારે સારો લાભ દેશને થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. જય સ્વામીનારાયણ."
* કૌંસ ઉમેરલ છે.
|
|