નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
વિ.એમ.માલવિયા (બિશપ, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા) |
7/6/2025 12:43:49 AM |
|
વક્તવ્ય
"ગુજરાત આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ અને કર્મ ભૂમિ છે. ગુજરાતમાં નશાબંધી જે કાર્યક્રમ ચાલે છે, તેને હું બિરદાવું છું. આ સાથે ધર્મના આગેવાન તરીકે, સમાજનાં આગેવાન તરીકે મારો જે અનુભવ છે તે એ છે કે આ સેવાને વધુ અસરકારક બનાવવાની જરૂર છે. કારણ કે આજે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં કે શહેર વિસ્તારમાં યુવાનો અને લોકો તેનાબંધાણી બન્યા છે. જે ઘરમાં નશાના બંધાણી છે ત્યાં ઘરની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી બનતી જાય છે. બાળકો યુવાનોને સહન કરવું પડે છે. જેથી સમાજ-પરીવાર નબળો પડે છે. ત્યારે સમાજને-પરીવારને ઊંચા લાવવા માટે નશાબંધીનું જે ડીપાર્ટમેન્ટ છે તે ખુબ ઉપયોગી ડીપાર્ટમેન્ટ છે. તે ડીપાર્ટમેન્ટની સેવાઓ વધુ અસરકારક બને આશીર્વાદિત બને તે માટે મારી ખાસ અપીલ છે. યુવાનો કે જે આપણા દેશના પ૭ ટકા વસ્તી યુવાનોની છે. યુવાનો આમાથી બચી જાય એ ખુબ જરૂરી છે. સામાજિક રીતે, ધાર્મિક રીતે અમે શિક્ષણ આપીએ છીએ, સમજાવીએ છીએ. આ સાથે અમારી ખાતરી છે કે નશાબંધીના જે ડીપાર્ટમેન્ટ છે તે જો ધાર્મિક આગેવાનો, સામાજિક આગેવાનો સાથે મળીને કામ કરશે તો વધુ અસરકારક કામ વધુ થશે. આશીર્વાદિત બનશે. શરીર એ ઇશ્વરનું પવિત્ર મંદિર છે. અને શરીરનું મૂલ્ય છે. અને શરીર દ્વારા જ આપણે પ્રભુની સેવા કરીએ છીએ, સમાજની સેવા કરીએ છીએ, રાષ્ટ્રની સેવા કરીએ છીએ. રાષ્ટ્રને જો મજબુત બનાવવું હોય, તો એ દિશામાં આપણે વધારો ત્યાગ કરવો પડશે, ધ્યાન આપવું પડશે. તે દિશામાં આપણે સાથે મળીને કામ કરીએ, એમાં દેશનું-રાષ્ટ્રનું હીત છે."
|
|