લોકો દ્વારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો --
કચેરી કાર્ય પધ્ધતિમા બિન સચિવાલય નિયમ સંગ્રહમાં જણાવ્યા પ્રમાણે લોકો દ્વારા પુછાયેલા પ્રશ્નો અંગે જવાબો આપવાની પ્રણાલી હાલ અમલમાં છે.
માહિતી મેળવવા અંગે -- માહિતી અધિકારી અધિનિયમ ૨૦૦૫ ની પ્રસ્તાવનામાં ઉલ્લેખ કર્યા મુજબ નમુનામા અરજી કર્યેથી નિયત ફી તથા માહિતી મેળવી શકાશે.
જાહેર તંત્ર દ્વારા લોકોને અપાતી તાલીમની બાબતમાં - - આ ખાતા દ્વારા લોકોને કોઇ પ્રકારની તાલીમ આપવામાં આવતી નથી.
નિયમ સંગ્રહ - ૧૩ માં સમાવિષ્ટ ન કરાયેલ હોય તેવા, જાહેર તંત્રએ આપવાના પ્રમાણપત્રો, ના વાંધા પ્રમાણપત્રો - - આ ખાતા દ્વારા કોઇ પ્રમાણપત્ર કે ના વાંધા પ્રમાણપત્ર આપવાના થતા નથી, પરંતુ જુદા જુદા પ્રકારના પ્રતિબંધિત પદાર્થો માટે પરવાના, પરમીટો કે અધિકૃતિ પત્રો કાઢી આપવાની અને તેમાં સુધારા કરવાની તથા તેના નવીનીકરણ માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે બાબતે વિગતવાર માહિતી પ્રકરણ-૧૪ (નિયમ સંગ્રહ-૧૩) મુજબ છે.
નોંધણી પ્રક્રિયા અંગે--આ ખાતા દ્વારા નોંધણી (રજીસ્ટ્રેશન) અંગે કોઇ કાર્યવાહી કરવાની રહેતી નથી.
જાહેર તંત્રે કર ઉધરાવવા અંગે -- આ ખાતા દ્વારા વિદેશી દારૂ નિયમો-૧૯૫૩ના નિયમો હેઠળ એફ.એલ.૧ પરવાના હેઠળ બીજા રાજયમાંથી આયાત થતા વિદેશી દારૂ પર રાજય સરકાર વખતો વખત નક્કી કરે તે દરે આબકારી જકાત વસુલ લેવાય છે.
જાહેર તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવનાર અન્ય સેવાઓની વિગત - - આ ખાતા દ્વારા નોંધાયેલા મંડળો તેમજ સરકાર માન્ય સંસ્થાઓને નશાબંધી પ્રચારના હેતુ સબબ નશાબંધી સંસ્કાર કેન્દ્ર ચાલુ કરવા તેમજ કાર્યરત રાખવા માટે અનુદાન પૂરું પાડવામાં આવે છે. જેના માટેની કાર્ય પધ્ધતિ આ નીચે મુજબ છે.
- - નવા નશાબંધી સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી - -
- નવુ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા માંગતી સંસ્થા અથવા મંડળ, મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ ની જોગવાઇઓ હેઠળઇ નોંધાયેલ હોવી જોઇએ.
- સંસ્થા અથવા મંડળને પોતાનું બંધારણ બનાવેલુ હોવું જોઇએ. આવા બંધારણમાં વ્યસનમુક્તિની કામગીરી કરવાનો મુદ્દો આવરી લીધેલ હોવો જોઇએ.
- સંસ્થા અથવા મંડળ એ નિયત નમુનામાં અરજી જિલ્લા અધીક્ષક, નશાબંધી અને આબકારીની કચેરીએ
કરવાની હોય છે.
- અરજદાર સંસ્થા/મંડળ પાસે પોતાનું અથવા ભાડાનું મકાન, જે સ્થળે શરૂ કરવાનું હોય ત્યાં રમતગમતનું મેદાન હોવું જોઇએ.
- સંસ્થા અથવા મંડળની નિયત નમુનાની અરજી જે તે ક્ષેત્રિય અધિકારીને તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે. જે નીચેના મુદ્દે તપાસ કરશે - -
- સંસ્થા અથવા મંડળની પોતાની નાણાકીય સધ્ધરતા.
- સંસ્થા અથવા મંડળ એ હિસાબોનું ઓડીટ કરાવેલ છે કે કેમ ?
- કેન્દ્ર જે સ્થળે શરૂ કરવાનું હોય ત્યાં અને તેની આસપાસના વિસ્તારો / ગામોમાં નશાની બદી હોવી જોઇએ તેમજ નશાબંધી ધારાના ભંગ બદલ કેસો થયેલા હોવા જોઇએ.
- સંસ્થા અથવા મંડળ પાસે વર્તમાન વર્ષના હિસાબનો ઓડિટ રીપોર્ટ હોવો જોઇએ.
- ક્ષેત્રિય અધિકારીને તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ નિયત નમુનાની અરજી યોગ્ય ભલામણ સાથે જિલ્લા અધીક્ષક નશાબંધી અને આબકારીની કચેરીને મોકલી આપે છે.
- જિલ્લા અધીક્ષક આવી અરજીમાંની વિગતો અને ક્ષેત્રિય અધિકારીના અહેવાલ સાથે રહેલ સાધનિક કાગળોની ચકાસણી કરી, જરૂરી સ્થળ તપાસ કરી, આવી અરજી પોતાના યોગ્ય અભિપ્રાય સહિત નિયામક તરફે મોકલશે.
- ઉક્ત કચેરી જો અરજી અન્વયે હકારાત્મક નિર્ણય લે તો ગ્રાન્ટ ફાળવવા જરૂરી હુકમ કરશે.
- આવા હુકમના આધારે અધીક્ષક નશાબંધી અને આબકારીની કચેરી જરૂરી બીલ બનાવી નાણાં ચૂકવી આપે છે.
|