નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

એસ. ડબલ્યુ. ૧ અધિકૃતિપત્ર

7/13/2025 12:43:21 PM
 

સેક્રામેન્ટલ વાઇન (ધાર્મિક વિધિના હેતુઓ માટેનો દારૂ) ધાર્મિક વિધિના હેતુ સારુ કબજામાં રાખી વપરાશ કે ઉપયોગ કરવા માટેનો અધિકૃતિપત્ર.

(૧) નિર્ધારીત ફી ભર્યેથી નિયત નમૂનાનું અરજી ફોર્મ જે - તે જિલ્‍લા કચેરીએથી મળી શકશે.

અરજી ફોર્મની ફી

રૂ/. ૧૦૦

 

(૨) આ અરજી ફોર્મમાંની વિગતો ભરી અરજદારે રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ  અને  મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૪૫ હેઠળ સરકારશ્રીએ ઠરાવેલ ધાર્મિક વડાઅથવા જે તે સંપ્રદાયના સભ્યની ભલામણ સહિત અરજી ફોર્મ જે-તે કચેરીએ પરત કરવાનું રહેશે.

(૩) અરજી ફોર્મની સાથે અરજદારએ જે-તે જિલ્લા ખાતે રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે.

(૪) ઉપર્યુકત અરજી ફોર્મ તથા આધાર રજૂ કર્યેથી અરજદારની અરજીનો નિકાલ કરવામાં  આવશે.

(૫) અધિકૃતિપત્ર મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/. ૨૦૦

 

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૫ (ખ) પરદેશી દારૂ અને સ્પિ‍રિટ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

(૬) અધિકૃતિપત્રની મુદત નાણાકીય વર્ષના અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે.

(૭) જે મુદત પુરી થયેથી ઉપર (૧) અને (૨) પાસે જણાવેલ કાર્યવાહી ફરીથી કરવાની રહેશે. 

1 અધિકૃતિપત્રધારકોની યાદી સહિત આ અધિકૃતિપત્ર અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.