નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

નામ ફેરફાર

7/1/2025 4:43:12 AM

કોઇ પરવાના, પરમિટ વિગેરેમાં એકમ, ફેકટરી વિગેરેનું નામ ફેરફાર કરાવવા માટે આવા પરવાના વિ.ના ધારકે તે માટેના યોગ્‍ય કારણો સહિત પોતાના લેટરહેડ કે સાદા કાગળ ઉપર તેના માટે સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે. આવી અરજી ઉપર રૂ.3ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.

  • સંબંધિત જિલ્લા અધિકારી, આવી અરજી અંગે પોતાને જરૂરી જણાય તેવી તપાસ કરી નામ ફેરફારની મંજૂરી આપશે.
  • જો પરવાનો વિગેરે કાઢી આપતા પહેલાં નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદની કે અન્ય કોઇ સત્તાધિકારીની ભલામણ કે મંજૂરી લેવામાં આવેલ હશે તો નામ ફેરફારની મંજૂરી પહેલાં જે-તે સત્તાધિકારી પુનઃ મંજૂરી જરૂરી બનશે.
  • નામ ફેરફાર માટે જે તે પરવાના/પરમિટ માટે એક વર્ષની ફી જેટલી ફી ભરપાઇ કરવાની રહેશે.
  • જો કેન્દ્ર સરકાર તરફથી લેવાયેલ કોઇ નિર્ણયના પરિણામ સ્વરૂપે એકમનું નામ પબ્લિક લિમિટેડ કંપનીમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે બદલાતું હોય કે તેથી ઊલટું થતું હોય, તે કિસ્સામાં નામ ફેરફારની ફી હાલ રૂ.૧૦૦ લેવાનું ઠરાવવામાં આવેલ છે.
  • આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦(છ) દંડ અને જપ્તી (૨) પરચૂરણનાં સદરે ભરપાઇ કરવાની રહેશે.

     

 

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.