નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

અન્ય સુધારા

5/2/2024 3:33:21 AM

પરવાના, પરમિટ વિગેરેમાં તેના ધારક નામ ફેરફાર, સ્થળ ફેરફાર, ભાગીદારી ફેરફાર કે તેની ડુપ્લીકેટ નકલ મેળવવા સિવાયના અન્ય કોઇ પ્રકારના સુધારા કરાવવા માંગતા હોય, તે કિસ્સામાં તેમણે સંબંધિત ક્ષેત્રિય અધિકારી સમક્ષ કે જિલ્લા કચેરી ખાતે રૂ.૩ ની કોર્ટ ફી સહિત અરજી કરવી જોઇશે.

  • પરવાના વિગેરેના ધારકે પોતાના પરવાના સંબંધી મંજૂર થયેલ કોઇપણ પ્રકારના જથ્થામાં વધારો કરવા માટે કે કોઇ નવી બનાવટ ઉમેરી આપવા માટે અરજી કરેલ હશે તે સંજોગોમાં, તેણે જરૂરી હોય તેવા સત્તાધિકારીની ભલામણ અથવા કવોટા ફાળવણીનો હુકમ મેળવી, અરજીની સાથે રજૂ કરવો જેઇશે.
  • આ પ્રમાણેની વધારાની અરજી અંગે પોતાની બનાવટના કોઇ ઓર્ડર્સ મળેલ હોય અથવા અરજી કરવા અંગે અન્ય કોઇ આધારો હોય તો તે પણ રજૂ કરવા જોઇશે.
  • અરજીના અનુસંધાને જે તે સત્તાધિકારી, જરૂરી જણાય તેવી અન્ય માહિતી માંગી શકશે.
  • જો પરવાનો વિગેરે કાઢી આપતા પહેલાં નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદની કે અન્ય કોઇ સત્તાધિકારીની ભલામણ કે મંજૂરી લેવામાં આવેલ હશે તો આ અરજી અન્વયે મંજૂરી આપતા પહેલાં જે તે સત્તાધિકારીની પુનઃ મંજૂરી જરૂરી બનશે.
  • આ પ્રકારના સુધારા માટે હાલ રૂ/.૧૦૦ ની ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫(છ) દંડ અને જપ્તી (૨) પરચૂરણના સદરે જમા કરાવવાની રહેશે. પરંતુ જો મૂળ પરવાના, પરમિટની ફી જથ્થા આધારીત હશે અને આ પ્રકારની અરજીના કારણે આ જથ્થામાં વધારો થશે, તો જે-તે વર્ષ માટે તફાવતી પરવાના ફી પણ ભરપાઇ કરવાની રહેશે.

 

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.