નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ડી. એસ. પી. ૫ પરવાનો

4/27/2024 10:32:44 AM
 

વિકૃત કરેલા  સ્પિ‍રિટવાળી બનાવટોનાં છૂટક (બોટલમાં) વેચાણ માટેનો પરવાનો.

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે  નિયત નમૂનાનું અરજી ફોર્મ.

- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો આધાર.

- સક્ષમ સત્તાધિકારીનું ફાયર-પ્રૂફ સર્ટિફિકેટ.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

- બાદ તેમની કક્ષાએથી અરજી જિલ્લા નશાબંધી સમિતિ સમક્ષ મુકવામાં આવશે. આ સમિતિ સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવશે.

- જિલ્લા નશાબંધી સમિતિનો અભિપ્રાય મળ્યેથી અરજી, નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ મારફત સરકારશ્રીને મોકલવામાં આવશે. જે કક્ષાએથી સૂચના મળ્યેથી, જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

-  પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેનાં દરે ફી ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/.૧,૦૦૦

 

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફીના સદરે ભરપાઇ કરવાની રહેશે.

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાના સિવાય વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોનો સંગ્રહ કે વેચાણ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૭-ગ હેઠળ પ્રથમ ગુના માટે ઓછામાં ઓછી ત્રણ માસની કેદ અને ઓછામાં ઓછા રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.

પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.