નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ડી. એસ. પી. ૨ પરમિટ

6/30/2022 3:02:41 PM
 

વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોના ઘરગથ્થુ વપરાશ માટેની ડી. એસ. પી. ૨ પરમિટ.

અરજદારે સંબંધિત કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

  • રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
  • રહેઠાણનો પુરાવો
  • ઉંમરનો પુરાવો.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો -

  • રજૂ કરેલ માહિતીની ચકાસણી કરી, જરૂર જણાયેથી બીજી વિગતો માંગવામાં આવશે.
  • જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરમિટ મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો -  

  • પરમિટ મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/. ૨૦૦

 
  • આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

  • પરમિટની મુદત નાણાકીય વર્ષના અંત (તા.૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજી કરાવવા, સમયસર સંબંધિત કચેરીને અરજી કરવાની રહેશે.
  • પરવાના સિવાય વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોનો સંગ્રહ કે વપરાશ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૭-ગ હેઠળ પ્રથમ ગુના માટે ઓછામાં ઓછી ત્રણ માસની કેદ અને ઓછામાં ઓછા રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે. 

  પરમિટધારકોની યાદી સહિત આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.