નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

એફ.એલ.૧ અને એફ.એલ.ર પરવાના

4/27/2024 7:53:58 AM

વિદેશી દારૂના આયાત તથા વેપાર માટેનો એફ.એલ.૧ અને વિદેશી દારૂના વેચાણ માટેનો એફ.એલ.૨ પરવાનો.

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે  નિયત નમૂનાનું અરજી ફોર્મ.

- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- હોટલલાઇસન્સ / તારાંકિત કક્ષાની હોટલ હોવાના પુરાવા.

- હોટલનાબાંધકામનીએમોનિયા પ્રિન્ટ કે જેમાં દરખાસ્ત કરેલ પરવાના સ્થળનું સ્થાન દર્શાવેલ હોય.

- પાછલા ત્રણ વર્ષોમાં રાજય બહારથી અને વિદેશથી હોટલમાં આવેલ ગ્રાહકોની સંખ્યા દર્શાવતું પત્રક.

અરજદારની અરજી અન્વયે નીચે મુજબનાં માર્ગદર્શક સિધ્ધાંતો ધ્યાને લઇ વિચારણા કરવામાં આવશે :-

- તારાંકિત અને ખાસ કરીને ત્રણ અથવા વધુ સ્ટાર કક્ષાની હોટલને તથા હેરીટેજહોટલ, રીસોટર્સ, બીચ ટુરિઝમ તથા મેગાટુરિઝમપ્રોજેકટને અગ્રતાક્રમ આપવામાં આવે છે.

- પ્રવાસન પ્રવૃતિને તથા ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળે તેવી શકયતા છે કે કેમ તે ચકાસવામાં આવશે.

- દરખાસ્ત કરેલ પરવાના સ્થળની ૨૦૦ મીટરનીત્રિજયામાં કોઇ શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક  સ્થળ, ઝૂંપડપટ્ટી, હોસ્પિ‍ટલ, મજૂર કોલોની, અનુસૂચિત જાતિનાંરહેણાંકનાંવિસ્તારોરહેલ હશે તો આવા સ્થળો માટેની અરજી ઉપર હકારાત્મક રીતે વિચારણા કરવામાં આવશે નહીં.

- એ જ પ્રમાણે હાઇવે ઉપર આવેલા સ્થળો માટે પણ હકારાત્મક રીતે વિચારણા કરવામાં આવશે નહીં.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

- જિલ્લા નશાબંધીસત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે

- બાદ તેમની કક્ષાએથી અરજી જિલ્લા નશાબંધી સમિતિ સમક્ષ મુકવામાં આવશે. આ સમિતિ સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીનાઅધ્યક્ષસ્થાને બેઠક બોલાવશે.

- જિલ્લા નશાબંધી સમિતિનો અભિપ્રાય મળ્યેથી અરજી, નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ મારફત સરકારશ્રીને મોકલવામાં આવશે. જે કક્ષાએથી અરજી અંગે સૂચના મળ્યેથી જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચે જણાવેલદરે ફી તથા ડીપોઝિટભરપાઇ કરવાની થશે.

પરવાનાનો પ્રકાર

વર્ષ અથવા તેના ભાગ માટે ફી રૂ/.માં

ડીપોઝિટ રૂ/.માં

એફ. એલ. ૧

૫૦,૦૦૦

૨,૦૦,૦૦૦

એફ. એલ. ૨

૫૦,૦૦૦

૨,૦૦,૦૦૦

 

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૫ (ખ) પરદેશી દારૂ અને સ્પિરિટ (૨) ફી ના સદરેભરપાઇ કરવાની રહેશે.

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાના હેઠળ વિદેશી દારૂની હેરફેર, વેચાણ તથા પરવાનાને લગત અન્ય તમામ કામગીરી આબકારી ખાતાના સ્ટાફની દેખરેખ નીચે જ કરવાની રહેશે. જે માટે નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ વખતો-વખત ઠરાવે તેવી રકમ, દરેક ત્રિમાસિક ગાળા માટે અગાઉથી વસૂલ કરવામાં આવશે.

- પરવાના હેઠળ આયાત કરવામાં તથા વેચાણ કરવામાં આવેલ વિદેશી દારૂ માટે આ નીચે મુજબનાંદરે હાલ આબકારી જકાત વસૂલ લેવામાં આવે છે.

વિદેશી દારૂનો પ્રકાર

આબકારી જકાત

હેરફેર ફી પ્રતિ બલ્ક લિટર રૂ/.માં

સ્પેશીયલ ફી પ્રતિ બલ્ક લિટર રૂ/.માં

સ્પિરિટ

રૂ. ૩૦૦ પ્રતિ પ્રૂફ લિટર

૧૦

૧૩૫

વાઇન ૧૭ ટકા ઉપરની પ્રૂફ સ્ટ્રેન્થના કિસ્સામાં

રૂ. ૩૦૦ પ્રતિ પ્રૂફ લિટર

૪૫

વાઇન ૧૭ ટકાથી નીચેની પ્રૂફ સ્ટ્રેન્થના કિસ્સામાં

રૂ. ૭૫ પ્રતિ બલ્ક લિટર

૪૫

બિયર

More than 5% alcohol v/v

રૂ. ૬૦ પ્રતિ બલ્ક લિટર

૧૫

બિયર

Less than 5% alcohol v/v

રૂ. ૩૩ પ્રતિ બલ્ક લિટર

૧૫

 

 

 

Special fee on imported foreign liquor:-

 

(i)

Rs. 500/- PER BULK LITRE HAVING SELLING PRICE UPTO Rs. 1500/-

SPIRIT

(ii)

Rs. 2000/- PER BULK LITRE HAVING SELLING PRICE BETWEEN Rs. 1500/- to Rs. 6000/-

(iii)

Rs. 8000/- PER BULK LITRE HAVING SELLING PRICE EXEEDING Rs. 6000/-

(iv)

Rs. 500/- PER BULK LITRE HAVING SELLING PRICE UPTO Rs. 1500/-

WINE

(v)

Rs. 2000/- PER BULK LITRE HAVING SELLING PRICE BETWEEN Rs. 1500/- to Rs. 6000/-

(vi)

Rs. 8000/- PER BULK LITRE HAVING SELLING PRICE EXEEDING Rs. 6000/-

(vii)

Rs. 33/- PER BULK LITRE

BEER

(less than 5% alcohol v/v)

(viii)

Rs. 42/- PER BULK LITRE

BEER

(more than 5% alcohol v/v)

 

 

 

- પરવાના સિવાય વિદેશી દારૂની આયાત, નિકાસ, વેચાણ કરવાથી કે કબજામાં રાખવાથીમુંબઇનશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૫ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. વિશેષમાં આ પ્રમાણે ગેરકાયદેસર આયાત કરેલ વિદેશી દારૂનાજથ્થા ઉપર પ્રવર્તમાન દરે આબકારી જકાત પણ  વસૂલ થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.

1 આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.