|
વિદેશી દારૂની આયાત અને વેચાણ માટેના એફ. એલ. ૧ પરવાનાની અરજીનો નમૂનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
જયાં તે વિદેશી દારૂનું વેચાણ કરવા માંગતા હોય તે દુકાન અથવા જગાનું, ઘર કે મકાનના સેન્સસ નંબર, શેરીનું નામ અને શહેર કે ગામ, જે લાગુ પડતું હોય તેના નામ સહિતનું સ્થાન;
-
આવી દુકાન કે સ્થળ ખાતેથી ભૂતકાળમાં કોઇપણ વિદેશી દારૂનું વેચાણ થયેલ હતું કે કેમ અને જો થયેલ હોય તો, જે સમયગાળા દરમિયાન વેચાણ થયેલ હતું તે સમયગાળો ;
-
અરજદાર ભૂતકાળમાં કોઇપણ આયાત અને વેચાણ પરવાનો ધરાવતા હતા કે કેમ અને જો ધરાવતા હોય તો, જયારે તે ધરાવેલ હોય તે વર્ષ અને સમયગાળો.
વિદેશી દારૂના વેચાણ માટેના એફ. એલ. ૨ પરવાનાની અરજીનો નમૂનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
અરજદાર કોઇ પેઢી હોય તો, પેઢીના તમામ ડીરેકટર્સ કે ભાગીદારના નામ અને સરનામા ;
-
અરજદાર, પરવાના હેઠળ જે જગાએ કામકાજ ચલાવવા માંગે છે તે જગાનું સ્થાન ;
-
ઉપરની જગા ખાતેથી ભૂતકાળમાં કોઇપણ વિદેશી દારૂનું વેચાણ થયેલ હતું કે કેમ અને જો થયેલ હોય તો, જે દરમિયાન વેચાણ થયેલ હતું તે વર્ષ અને સમયગાળો ;
|
|