નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

આર. એસ. ૨ પરવાનો

6/30/2022 3:12:02 PM
 

ઔદ્યોગિક, વૈદકીય, વૈજ્ઞાનિક વિગેરે જેવા હેતુઓ માટે રેકિટફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલ વાપરવાનો પરવાનો. 
  અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

 • રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
 • લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટીકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની  નકલ.
 • સંસ્થાની નોંધણીનો આધાર.
 • વૈજ્ઞાનિક અથવા શૈક્ષણિક હેતુસર કરેલ અરજીના કિસ્સામાં ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી અથવા નિયામક, નશાબંધી અને આબકારી કચેરી, ગુજરાત રાજય, અમદાવાદ  દ્વારા માન્ય કરાયેલ બીજા કોઇ હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટની ભલામણ.
 • ખાસ કિસ્સાઓ સિવાયના અન્ય તમામ કિસ્સામાં ઉદ્યોગ કમિશનરશ્રી, ગાંધીનગર દ્વારા મંજૂર કરાયેલ વાર્ષિક ઉત્પાદન કાર્યક્રમ (એપીપી) ની નકલ.
 • ઔદ્યોગિક હેતુસર કરેલ અરજીના કિસ્સામાં-

- સક્ષમ સત્તાધિકારીના ફાયર-પ્રૂફ સર્ટિફિકેટ / એકસપ્લોઝિવ પરવાનાની નકલ.

- રાસાયણિક સમીકરણો સહીત ઉત્પાદન પ્રક્રિયા તથા ફલો શીટ ડાયાગ્રામ, બેચ સાઇઝ તથા રીકવરી થતી હોય તે સંજોગોમાં તેને લગતી વિગતો પણ અલગથી દર્શાવવી. અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો.

 • જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
 • બાદ ઔદ્યોગિક હેતુ માટે જથ્થાની માંગણી કરતી અરજી હોય તો તેમની કક્ષાએથી નિયામક, નશાબંધી અને આબકારી કચેરી, ગુજરાત રાજય, અમદાવાદને અરજી મોકલવામાં આવશે. જે કક્ષાએથી મળેલ સૂચનાના આધારે જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
 • ઔદ્યોગિક હેતુ સિવાયની અરજીનો જિલ્‍લા કક્ષાએથી સીધો જ યોગ્‍ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો. પરવાનો મંજૂર થતાં તેના માટે હાલ નીચે જણાવેલ દરે ફી ભરપાઇ કરવાની થશે.

ત્રિમાસિક કબજા મર્યાદા લિટરમાં

વર્ષ અથવા તેના ભાગ માટે ફી રૂ/. માં

૬ કવાર્ટ બોટલ સુધી

૫૦૦

૬ કવાર્ટ બોટલથી વધુ અને ૨૫ લિટર સુધી

૧,૦૦૦

૨૫ લિટરથી વધુ અને ૨૫૦ લિટર સુધી

૩,૦૦૦

૨૫૦ લિટરથી વધુ અને ૧,૦૦૦ લિટર સુધી

૫,૦૦૦

૧,૦૦૦ લિટરથી વધુ અને ૫,૦૦૦ લિટર સુધી

૧૦,૦૦૦

૫,૦૦૦ લિટરથી વધુ

૨૦,૦૦૦

ખાસ સંસ્થાઓ માટે

૧૦૦

 • આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

 • પરવાનાધારક રાજયના આર. એસ. ૬ પરવાનેદારો પાસેથી આ પરવાના ઉપરનો જથ્થો હેરફેર પાસ હેઠળ, ખરીદ કરી શકશે.
 • કોઇ રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેકિટશનરના કિસ્સામાં  પરવાનાની મુદત મહત્તમ ત્રણ વર્ષ અને છેલ્લા વર્ષ માટે નાણાકીય વર્ષના અંત (તા.૩૧મી માર્ચ ) સુધીની રહેશે. અન્ય તમામ કિસ્સામાં તેની મુદત જે વર્ષમાં પરવાનો કાઢી આપેલ હશે તે નાણાકીય વર્ષના અંત સુધીની રહેશે. જે મુદત પુરી થતા તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરીને અરજી કરવાની રહેશે.
 • પરવાના સિવાય રેકિટફાઇડ સ્પિરિટની આયાત, નિકાસ, વેચાણ કરવાથી કે કબજામાં રાખવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૬ હેઠળ પ્રથમ ગુના માટે  છ માસની કેદ અને રૂ/.૧૦૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે. 

1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.