હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

પરિચયઃ-

જાહેર તંત્રનો  ટૂકો ઇતિહાસ અને તેની રચના

            પ્રાચીન સમયમાંસમાજના કેટલાક વર્ગોમાં સોમરસ જેવું માદક પીણું લેવાતું હતું. તેમ છતાં ભારત યુગોથીકેફી પીણાંના અનિષ્ટને નાબૂદ કરવાના ખ્યાલને પોષતું આવ્યું છે. ભારત વર્ષમાંબ્રિટીશરાજની હકૂમત આવતા સને૧૮૭૮માંવિવિધકેફી પીણાં/પદાર્થો ઉપર આબકારી જકાત દ્વારા નાણાકીય લાભનેધ્યાનમાં લઇ મુંબઇ આબકારી અધિનિયમ, ૧૮૭૮અમલમાં મૂકવામાં આવેલઅને તેની સાથેસાથે આબકારી કચેરીનો જન્મ થયેલ.

            સને૧૯૧૫માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે એબાબત નોંધી કે,લોકોની સ્થિતિ દુ:ખદ હતી અને વસ્તીનો મોટો ભાગદારૂણ ગરીબીમાં જીવતો હતો. લોકોની આ ગરીબી માટેનું એક કારણ કેફી પીણાં તથાપદાર્થોનું અનિષ્ટ હતું. મહાત્મા ગાંધીજીએ તે વખતે ચાર બાબતોનો કાર્યક્રમ ઘડીકાઢયો. આ ચાર બાબતો વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવવા માટે ઘડી હતી. આ ચાર બાબતોમાંનીએક નશાબંધી નીતિ હતી. ભારતમાંપ્રાંતિય સરકાર પધ્ધતિ દાખલ થઇઅને૧૯૩૭માં કોંગ્રેસસત્તાઉપર આવીત્યારે તે સમયના મુંબઇ રાજ્યએ મહાત્મા ગાંધીજીના વિચારોથીપ્રેરાઇને દારૂબંધી નીતિ તબક્કાવાર અમલમાં મુકવાનું નક્કીકર્યું.

        બીજા વિશ્વ યુધ્ધપછી મુંબઇ રાજ્યનીપ્રાંતિય ધારાસભામાંકોંગ્રેસ સરકારસત્તામાં રહેલ નહીં. ત્યાર બાદ તે સમયના મુંબઇરાજ્યમાં નશાબંધીની નીતિ ત્‍યજીદેવામાં આવતા,નશાબંધી નીતિને ધક્કો લાગ્યો. આમ છતાં૧૯૪૭માં આઝાદી મળતા પ્રજાકીય સરકારસત્તાઉપરઆવી ત્યારેતારીખ ૧૬મી જૂન, ૧૯૪૯ થી મુંબઇ નશાબંધી ધારોઅમલમાં આવ્યો. તે તારીખથી બ્રિટીશ સરકારે અમલમાં મૂકેલ૧૮૭૮નોઆબકારી અધિનિયમ રદ થઇ ગયેલ.૨૬મી જાન્‍યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણઅમલમાંઆવ્‍યું. બંધારણની જોગવાઇઓ હેઠળ ૧૯૪૯ના અધિનિયમને યથાવત્ સ્વરૂપે અપનાવવામાં આવ્યો.ત્યાર બાદ ઉચ્‍ચત્તમ ન્યાયાલય સુધી આ અધિનિયમની અમુક જોગવાઇઓને પડકારવામાં આવેલી.જેના લીધે મૂળ અધિનિયમની અમુક કલમો ઉચ્‍ચત્તમ ન્યાયાલયના આદેશ મુજબ રદ કરવામાંઆવતા,તે કલમો રદ થઇ ગયેલ છે.

  • આઝાદી પછી ભાષાઆધારે રાજ્યોનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે,હાલનું મહારાષ્ટ્ર અને ગુજરાત બૃહદ્મુંબઇ રાજ્ય તરીકે ઓળખાતા હતાં. તે વખતે મુંબઇ નશાબંધી ધારો, ૧૯૪૯ સમગ્ર બૃહદ્મુંબઇ રાજ્યમાં અમલમાં હતો.
  • તા.૧-૫-૧૯૬૦ના રોજગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે મુંબઇ નશાબંધી અધિનિયમને જે તે સ્વરૂપમાંઅપનાવવામાં આવેલ અને આ કાયદાના અમલીકરણ માટે આબકારી કચેરીના બદલે કચેરી નું નામ નશાબંધી અને આબકારી કચેરી રાખવામાં આવેલ.
  • આ માટે શરૂઆતથી જખાતાના વડા તરીકે નિયામક ફરજ બજાવતા હતા. તેમના હાથ નીચે જુદાજુદા સંવર્ગોમાં વહીવટી સ્ટાફ કામગીરી બજાવતો હતો.જિલ્‍લાઓમાં જ્યાં વધારે કામગીરી હતી ત્યાં,વર્ગ-૧ અને ઓછી કામગીરીવાળાજિલ્‍લાઓમાં વર્ગ-૨ના નશાબંધી અનેઆબકારી અધીક્ષકો ફરજ બજાવતા હતાં. આ કચેરી દ્વારા પાસ, પરમિટ, પરવાના આપી કાયદાકીયરીતે નશાકારક ચીજોના નિયંત્રણની કામગીરી રાજયની સ્‍થાપનાના સમયથી જ થઇ રહેલ છે.

        જસ્‍ટીસ મીંયાભાઇકમિશનની ભલામણના આધારે સરકારશ્રીના તા.૩૦-૪-૧૯૯૭ના ઠરાવથી નશાબંધીધારાનાઅમલીકરણની વધારાની કામગીરી આ કચેરીનેસોંપવામાં આવેલ હતી. આ કામગીરી માટે રાજયમાંઅમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે પોલીસ અધીક્ષક કક્ષાના આઇ.પી.એસ. અધિકારીઓને નાયબકમિશનર તરીકે પ્રતિનિયુકિત ઉપર આ કચેરીમાં મૂકવામાં આવેલ.
તેમજ,નશાબંધીધારાનાઅમલીકરણની કામગીરી કરવા માટે સમગ્ર રાજયના ભૌગોલિક વિસ્‍તારને આવરી લે તે મુજબ ૬૯નશાબંધી સ્‍ટેશનો ઊભા કરવામાં આવેલ. આવા નશાબંધી સ્‍ટેશનો દ્વારાતા.૨૬-૭-૨૦૦૭ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવેલ. જેનાઘણા અસરકારક પરિણામો મળેલ. બાદ સરકારશ્રીએ ઉક્ત તારીખથી અમલી બને તે પ્રમાણેનશાબંધી અમલીકરણની કામગીરી એકહથ્થુ ઢબે કરવા સારૂ પોલીસ ખાતાને પરત સોંપેલ છે.જેથી હાલ આ કચેરી દ્વારા અગાઉની માફક વિવિધ પ્રતિબંધિત પદાર્થોના પરવાના, પરમિટ, પાસ વિગેરે આપી આવા પદાર્થોના નિયમનની કામગીરી કરવામાં આવે  છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 01-01-2016