હું શોધું છું

હોમ  |

વિદેશી પર્યટક
Rating :  Star Star Star Star Star   

વિદેશી પર્યટક:-

         વિદેશી પર્યટક એટલે સામાન્ય રીતે ભારતમાં ન રહેતી હોય અને ભારતની નાગરિક ન હોય અને પ્રવાસ, આનંદપ્રમોદ, રમત-ગમત, રજાઓ, કૌટુંબિક કારણો, અભ્યાસ, ધાર્મિક યાત્રા કે ધંધા જેવા કોઇપણ કાયદેસર વસવાટના ન હોય તેવા હેતુઓસર ચોવીસ કલાકથી ઓછા ન હોય અને કોઇપણ બાર માસની મુદત દરમિયાન છ માસથી વધુ ન હોય તેટલા સમય માટે ભારતમાં રોકાનાર હોય તેવી કોઇ વ્યક્તિ.

શરતો:-

  • રાજય બહારથી આવતા વિદેશી પર્યટક પોતાની સાથે લાવી શકે તેવા વિદેશી દારૂના જથ્થાની હેરફેર, કબજો કે વપરાશ રાજયમાં દાખલ થયાના પ્રથમ ૪૮ કલાકમાં કરે.

  • પોતે વિદેશી પર્યટક હોવાનો આધાર તેની પાસે હોવો જરૂરી છે.

  • આવા પર્યટક રાજયમાં જે સ્થળે આવે તે સ્થળના સ્થાનિક પોલિસ કે આબકારી અધિકારી સમક્ષ પોતાના કબજામાંનો વિદેશી દારૂનો જથ્થો જાહેર કરવો પડશે. આવી જાહેરાતના દસ્તાવેજ ઉપર આવા અધિકારીએ શેરો મારવો પડશે.

  • આવા પર્યટક રાજયમાં પોતાના મુકરર સ્થળે આવ્યાના ૪૮ કલાક પૂરા થયા બાદ તુરંત જ તેમણે પ્રવાસીઓ માટેની પરમિટ મેળવી લેવી જોઇશે, અને પોતાની પાસે રહેલ હોય તેવો વિદેશી દારૂનો જથ્થો આવી પરમિટ કાઢી આપનાર અધિકારી પાસે પરમિટમાં દાખલ કરાવી લેવો જોઇશે.

  • આ પ્રમાણે ટુરિસ્ટ પરમિટ કાઢી આપનાર અધિકારીને વિદેશી પર્યટકએ ખાતરી કરાવવી જોઇશે કે :-

    • પોતે ગુજરાતમાંના ઉક્ત સ્થળે સીધે સીધા (વિધાઉટ બ્રેક) આવેલ છે;

    • આવો વિદેશી દારૂનો જથ્થો તેમના સામાનનો એક ભાગ હતો;

    • વિદેશી દારૂનો કબજો અને હેરફેર, તેની આયાતને આનુષંગિક હતી.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 04-05-2006