હું શોધું છું

હોમ  |

નિયામકનો નાગરિકોને સંદેશ
Rating :  Star Star Star Star Star   

સંદેશો

        સરકારશ્રીની સંપૂર્ણ કોમ્‍પ્‍યુટરાઇઝેશન નીતિ અન્‍વયે રાજય સરકારે પોતાની નેટવર્ક સેવા ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્ક શરૂ કરેલ છે. રાજયના સમાન્‍ય જન માનસ જે તે વિભાગ/કચેરીની કામગીરીથી વાકેફ થાય તે હેતુંથી તમામ કચેરીની કામગીરીની વિગતો જીસ્‍વાન પર મુકવામાં આવેલ છે.નિયામક નશાબંધી અને આબકારી કચેરી ગુજરાત નશાબંધી ધારો,૧૯૪૯ હેઠળ પાસ,પરવાના,પરમીટો ધ્‍વારા નિયંત્રણ કરે છે. ઉપરાંત રાજયની પ્રજામાં નશાબંધી પ્રચાર ધ્‍વારા નશાના દુષણો પ્રત્‍યે લોક જાગૃતિ લાવવાની કામગીરી કરે છે.

        નશાબંધી કચેરીની વેબસાઇટમાં આ ક્ચેરીને લગતી તમામ માહિતી,જેવી કે જુદા જુદા પાસ,પરવાના,પરમીટો મેળવવા માટે અરજદારોએ કરવાની થતી તમામ કાર્યવાહીની વિગતો મુકવામાં આવેલ છે તેમજ ક્ચેરી ધ્‍વારા કરવામાં આવતી પ્રચાર અંગેની કામગીરીની વિગતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

        કચેરીની વેબસાઇટમાં અરજદારોએ તેમની કામગીરી માટે કયા અધિકારીનો સંપર્ક કરવો ? આવા અધિકારીઓના ટેલીફોન નંબરો સાથે તમામ વિગતો વિગતો સાંકળી લેવામાં આવેલ છે.

        આમ, કચેરીની વેબસાઇટ પર જાહેરજનતાને ઉપયોગી થાય તેવી માહિતી,નિયમો વગેરેની તમામ માહિતી વેબસાઇટ પર રજુ કરેલ છે. લોકો તરફથી વેબસાઇટના નિરીક્ષણ પછી તેમાં સુઘારા વધારા અંગે જો સુચનો રજુ કરવામાં આવશે તો તે પણ સ્‍વીકારવામાં આવશે.

        આશા છે કે નશાબંધી અને આબકારી કચેરીની વેબસાઇટમાં સમાવવામાં આવેલ માહિતી જાહેરજનતાને ઉપયોગી થશે અને ઉપર જણાવેલ વિગતે સૂચનો તેમજ જનતાના સહકારથી આ કચેરી પોતાની કામગીરી અને વ્‍યવસ્‍થાનું સ્‍તર ઉચું લાવી શકશે.

 

             જયહિંદ  

 

 

                                                   ડૉ. હર્ષિત ગોસાવી (આઈ.એ.એસ.) 

                                                                      નિયામક

                                                             નશાબંધી અને આબકારી

                                                            ગુજરાત રાજય, ગાંધીનગર

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 08-05-2025