હું શોધું છું

હોમ  |

નશાબંધી સંસ્કાર કેન્દ્ર માટેની અરજીનો નમૂનો
Rating :  Star Star Star Star Star   

૧. સંસ્થાનું નામ અને સરનામું
૨. સંસ્‍થા રજિસ્ટર થયેલ છે કે કેમ? થયેલ હોય તો જિસ્ટ્રેશન નંબર
૩. સંસ્થાની નાણાકીય સ્થિતિ અને કેન્દ્ર સંતોષકારક રીતે સંભાળી શકે તેમ છે કે કેમ ?
૪. સંસ્થાની હાલની પ્રવૃત્તિ
૫. સંસ્કાર કેન્દ્રના ક્ષેત્ર વિસ્તારની જ્ગ્યા કેટલી છે? અને તેનો મુખ્ય વ્યવસાય શું છે ?
૬. તે વિસ્તારમાં સંસ્કાર કેન્દ્ર શરૂ થવું જરૂરી છે કે કેમ? અને હોય તો કેન્દ્ર શરૂ કરવાથી નશાબંધી પરિસ્થિતિમાં સુધારો થશે કે કેમ ?
૭. સંસ્કાર કેન્દ્રની સફળ કામગીરી માટે મળી શકનાર જાહેર સહકારનું પ્રમાણ તથા કેન્દ્રની પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર સામાજિક કાર્યકરોના નામ.
૮. સંસ્કાર કેન્દ્ર માટે જરૂરી મકાન મળી શકશે કે કેમ? તેમજ રમતો માટેનું મેદાન મળી શકે કે કેમ?
૯. સંસ્કાર કેન્દ્ર શરૂ કરતાં, કરવા ધારેલી પ્રવૃત્તિ.
૧૦. સરકારી સહાય માટે ચૂંટાયેલ સંસ્થા નીચેની શરતો પાળવા કબૂલ છે કે કેમ? જો હોય તો તે પોતાની કબૂલાત લેખિતરૂપે આપવા તૈયાર છે કે કેમ?

શરતો

૧. સંસ્થાને આપવામાં આવેલ સહાયનો ફક્ત નશાબંધી પ્રચાર પ્રવૃત્તિઓ અને મનોરંજન માટે ખર્ચ કરવાનો રહેશે.
૨. સહાય ચૂકવણીની તારીખથી એક માસની અંદર સંસ્કાર કેન્દ્ર શરૂ કરવાનું રહેશે.
૩. જો સંસ્કાર કેન્દ્ર બંધ પડે અથવા આવર્તક સરકારી સહાય શરૂ કર્યા તારીખથી એક વર્ષની અંદર કામ કરતું બંધ થાય તો, સંસ્થાએ પોતાને અપાયેલ આવર્તક સહાયમાંથી બંધ રહેલ મહિનાઓ માટે રૂ.૨૫૦/- પૂરાના દરે સહાયની રકમ  સરકારશ્રીને પરત કરવાની રહેશે. અનાવર્તક સહાયના વિકલ્પે સિલ્કી સામાનની ચીજ-વસ્તુઓ, ફર્નિચર, રમત-ગમતના સાધનો વિગેરે સરકાશ્રીને સુપ્રત કરવાના રહેશે.
૪. સંસ્કાર કેન્દ્ર માટે જોઇતી સાધનસામગ્રી (ડેડસ્ટોક આર્ટિકલ) ખરીદવા પાંચ વર્ષના ગાળા માટે ખરેખર ખર્ચના ૭૫% અથવા રૂ. ૧૫૦૦/- એ બેમાંથી જે ઓછું હોય તે રકમ, મંજૂર કરવામાં આવેલ અનાવર્તક સહાય સંસ્કાર કેન્દ્ર માટેની સાધનસામગ્રીની (સિલ્કી સામાન વિગેરેની) ખરીદી માટે વાપરવાની રહેશે. આ શરતોને અધીન રહીને અનાવર્તક સહાય મંજૂર કરવામાં આવશે. જો સંસ્થા દર્શાવેલ રકમ કરતાં ઓછી રકમ, પોતાના ભંડોળમાંથી ખર્ચશે તો, સરકારશ્રીની લેણી થતી રકમ વસૂલ કરવામાં આવશે.
૫. નશાબંધી સંસ્કાર કેન્દ્રના સંચાલન બાબતમાં, નશાબંધી અને આબકારી નિયામક કચેરી અગર નશાબંધી અને આબકારી જિલ્લા અધીક્ષક મારફતે વખતો-વખત જે સૂચનાઓ આપવામાં અગર તો નીતિ-નિયમો બનાવવામાં આવે તેનું સંસ્થાએ પાલન કરવાનું રહેશે.
૬. સંસ્કાર કેન્દ્રમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ યોજવામાં આવે તેનો માસિક અહેવાલ, જે તે જિલ્લાના નશાબંધી અને  આબકારી અધીક્ષકને મોકલવાનો રહેશે.
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 03-07-2006