હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

પ્રકરણ-૨

કચેરીનો ઉદ્દેશ / હેતુ 

પુજ્ય મહાત્મા ગાંધીજીના પાયાના સિધ્ધાંતોમાં નશાબંધી એક અગત્યનો સિધ્ધાંત હતો. આ સિધ્ધાંતનો સાચા અર્થમાં અમલ કરવા માટે ભૂતપૂર્વ મુંબઇ રાજ્યના સમયથી નશાબંધી નીતિનો અમલ થઇ રહેલ છે અને અલગ ગુજરાતની સ્થાપના પછી પણ રાજ્ય, નશાબંધીનો સુદૃઢ અમલ કરી રહેલ છે. ભારતના બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં રાજ્ય, લોકોની સુખાકારી માટે નશાબંધી નીતિનો અમલ કરશે તેવી જોગવાઇ છે. તેમ છતાં સમગ્ર દેશમાં માત્ર ગુજરાત રાજ્ય સંપૂર્ણ નશાબંધી નીતિને વરેલું છે.

નશાકારક ચીજોનો જેમ દુરૂપયોગ થઇ શકે છે, તે જ પ્રમાણે આવી ચીજોનો દવાઓ, રસાયણો, રંગો વિગેરે બનાવવામાં પણ ઉપયોગ થાય છે. આલ્કોહોલ, અફીણ, પોષ ડોડવા, ગાંજો વિગેરેના ઔષધીય અને ઔદ્યોગિક હેતુઓ સર ઉપયોગ વિગેરે માટે પાસ, પરમિટ, પરવાનાઓ આપવાની કામગીરી આ ખાતા દ્વારા કરવામાં આવે છે. એટલે જે લોકો કાયદેસર આવી ચીજોનો ઉપયોગ કરવા માંગતા હોય તેઓને કોઇપણ જાતની હેરાનગતિ થયા વગર પરવાનાઓ હેઠળ આવી વસ્તુઓ મળી રહે તે જોવાનું ખાતાનું લક્ષ્ય છે. આવા પાસ, પરમિટ, પરવાનાઓ આપવા માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ ફી તથા આબકારી જકાત વસૂલ કરવાની કામગીરી પણ ખાતા દ્વારા કરવામાં આવે છે.

શરાબ અને માદક દ્રવ્યોનું સેવન કરવાની કુટેવોથી સમાજ ખોખલો બને છે. સુખી-સંપન્ન કુટુંબો બરબાદ થઇ જાય છે અને ધીરે ધીરે આખો સમાજ તેમાં ફસાઇ પડે છે. આ તમામ દૂષણોથી સમાજને બચાવવાનું નશાબંધી અને આબકારી ખાતાનું ધ્યેય છે. નશાબંધી ખાતું જુદી જુદી સામાજીક સંસ્થાઓ, મહિલા મંડળો, યુવક મંડળો તેમજ સામાજીક કાર્યકરોની મદદથી આકાશવાણી અને દૂરદર્શન જેવા શ્રાવ્ય અને દ્રશ્ય તથા મુદ્રિત માધ્યમો દ્વારા લોકોને નશાની બદીથી થતા ગેરફાયદા અંગે શિક્ષિત કરવાની કાર્યવાહી કરે છે.

આમ નશાબંધી પ્રચાર અને નશાકારક ચીજોને પાસ, પરમિટ, પરવાનાઓ દ્વારા નિયંત્રિત કરી સુદૃઢ અમલથી વ્યક્તિને અને વ્યક્તિથી સમાજને વ્યસનમુક્ત કરી વ્યક્તિ, કુટુંબ તથા  સમાજને રાજ્યના વિકાસમાં જોતરીને રાજ્ય વધુ સમૃધ્ધ બને, લોકોની સુખાકારી વધે અને તેમનું જીવનધોરણ ઊંચું જાય તેવો ખાતાનો ઉદ્દેશ છે.

કચેરી નું મિશન / દુરંદેશીપણું (વિઝન) 

નશાબંધી નીતિનો દ્રઢતાથી અમલ કરાવવાનું નશાબંધી અને આબકારી કચેરી નું મીશન છે. વિવિધ પ્રતિબંધિત દ્રવ્યોનો કાયદેસર વપરાશ કરનારાઓને કોઇપણ પ્રકારે તકલીફ ના પડે અને આવી ચીજ-વસ્તુઓનો કાયદેસર રીતે લોકોના આરોગ્ય માટે ઉપયોગ થાય તે રીતે તેનું નિયંત્રણ કરવાની ખાતાની નેમ છે.

જે લોકો જાણ્યે અજાણ્યે આવી ચીજવસ્તુઓના ગેરકાયદેસર ઉપયોગમાં ફસાયા હોય તેઓને સમજ આપી તેમાંથી મુક્ત કરાવવાનું ખાતાનું લક્ષ છે. આમ, પૂજ્ય મહાત્મા ગાંધીજીના નશામુક્ત સમાજના સ્વપ્નને સાકાર કરવા નશાબંધી અને આબકારી ખાતું કૃત નિશ્ચયી છે.

જાહેર તંત્રનો ટૂંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ

પ્રાચીન સમયમાં સમાજના કેટલાક વર્ગોમાં સોમરસ જેવું માદક પીણું લેવાતું હતું. તેમ છતાં ભારત યુગોથી કેફી પીણાંના અનિષ્ટને નાબૂદ કરવાના ખ્યાલને પોષતું આવ્યું છે. ભારત વર્ષમાં બ્રિટિશરાજની હકૂમત આવતા, સને ૧૮૭૮ માં આવા કેફીપીણાં / પદાર્થો ઉપર આબકારી જકાત વસૂલ લેવાની  થતાં નાણાકીય લાભને ધ્યાનમાં લઇ મુંબઇ આબકારી અધિનિયમ, ૧૮૭૮ અમલમાં મૂકવામાં આવેલ અને તેની સાથે-સાથે આબકારી ખાતાનો જન્મ થયેલ.

સને ૧૯૧૫ માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે એ બાબત નોંધી કે લોકોની સ્થિતિ દુ:ખદ હતી અને વસ્તીનો મોટો ભાગ દારૂણ ગરીબીમાં જીવતો હતો. લોકોની આ ગરીબી માટેનું એક કારણ કેફી પીણાં તથા પદાર્થોનું અનિષ્ટ હતું. મહાત્મા ગાંધીજીએ તે વખતે ચાર બાબતોનો કાર્યક્રમ ઘડી કાઢયો. આ ચાર બાબતો વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવવા માટે હતી. આ ચાર બાબતોમાંની એક નશાબંધી નીતિ હતી. ભારતમાં પ્રાંતિય સરકાર પધ્ધતિ દાખલ થઇ અને ૧૯૩૭ માં કોંગ્રેસ સત્તા ઉપર આવી ત્યારે, તે સમયના મુંબઇ રાજ્યએ મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઇને દારૂબંધી નીતિ તબક્કાવાર અમલમાં મુકવાનું નક્કી કર્યું. બીજા વિશ્વ યુધ્ધ પછી મુંબઇ રાજ્યમાં પ્રાંતિય ધારાસભામાં કોંગ્રેસ સરકાર સત્તામાં રહેલ નહીં. ત્યાર બાદ તે સમયના મુંબઇ રાજ્યમાં નશાબંધીની નીતિ ત્યજી દેવામાં આવતા, નશાબંધી નીતિને ધક્કો લાગ્યો. આમ છતાં૧૯૪૭ માં આઝાદી મળતા પ્રજાકીય સરકાર સત્તા ઉપર આવી ત્યારે તા. ૧૬ જૂન, ૧૯૪૯ થી મુંબઇ નશાબંધી ધારો અમલમાં આવ્યો. તે તારીખથી બ્રિટિશ સરકારે અમલમાં મૂકેલ ૧૮૭૮ નો આબકારી અધિનિયમ રદ થઇ ગયેલ. તા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવતાં બંધારણની જોગવાઇઓ હેઠળ ૧૯૪૯ ના કાયદાને યથાવત સ્વરૂપે અપનાવવામાં આવ્યો અને ત્યાર બાદ ઉચ્ચત્તમ ન્યાયાલય સુધી આ અધિનિયમની અમુક જોગવાઇઓને પડકારવામાં આવેલી. જેના લીધે મૂળ અધિનિયમની અમુક કલમો ઉચ્ચત્તમ ન્યાયાલયના આદેશ મુજબ રદ થઇ ગયેલ છે.

આઝાદી પછી ભાષા આધારે રાજ્યોનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, હાલનું મહારાષ્ટ્ર અને ગુજરાત બૃહદ મુંબઇ રાજ્ય તરીકે ઓળખાતું હતું. તે વખતે મુંબઇ નશાબંધી ધારો, ૧૯૪૯ સમગ્ર બૃહદ મુંબઇ રાજ્યમાં અમલમાં હતો.

તા.૧-૫-૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે, મુંબઇ નશાબંધી અધિનિયમને જે તે સ્વરૂપમાં અપનાવવામાં આવેલ અને આ કાયદાના અમલીકરણ માટે આબકારી ખાતાના બદલે ખાતાનું નામ નશાબંધી અને આબકારી ખાતું રાખવામાં આવેલ.

આ માટે  ખાતાના વડા તરીકે નિયામક ફરજ બજાવતા છે. તેમના નીચે જુદી જુદી કેડરોમાં વહીવટી સ્ટાફ કામગીરી બજાવતો હતો. જિલ્લાઓમાં જ્યાં વધારે કામગીરી હતી ત્યાં વર્ગ-૧ અને ઓછી કામગીરીવાળા જિલ્લાઓમાં વર્ગ-ર ના નશાબંધી અને આબકારી અધીક્ષકો ફરજ બજાવતા હતાં. આ ખાતા દ્વારા પાસ, પરમિટ, પરવાના આપી કાયદાકીય રીતે નશાકારક ચીજોના નિયંત્રણની કામગીરી શરૂઆતમાં થતી હતી. 

કચેરીની ફરજો, મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો -

નશાબંધી અને આબકારી  કચેરી નશાકારક ચીજોના કાયદેસર ઉપયોગ માટે પરવાના, પરમિટ વિગેરે કાઢી આપવાની અને નશાની બદીથી લોકો દૂર રહે તે માટે નશાબંધી પ્રચારની પ્રવૃત્તિ કરે છે. આ માટે નશાબંધી અને આબકારી ખાતું નીચેના કાયદાઓ અને નિયમોનો અમલ કરાવે છે.

રાજ્ય અધિનિયમો

  • ગુજરાત  નશાબંધી અધિનિયમ, ૧૯૪૯
  • મુંબઇ ઔષધ નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૯

કેન્દ્રિય અધિનિયમો

ઉપરોક્ત ધારાઓ નીચે અલગ અલગ ચીજોના નિયંત્રણ માટે નીચે મુજબના નિયમો અમલમાં છે:-  

  • બોમ્બે નીરા રૂલ્સ, ૧૯૫૧
  • નીરા કન્ઝમ્પશન ઓર્ડર, ૧૯૫૮
  • બોમ્બે ફોરેન લીકર રૂલ્સ, ૧૯૫૩
  • બોમ્બે સેક્રામેન્ટલ વાઇન રૂલ્સ, ૧૯૫૦
  • બોમ્બે સેક્રામેન્ટલ વાઇન મેન્યુફેકચરીંગ રૂલ્સ, ૧૯૫૦
  • બોમ્બેરેક્ટિફાઇડ સ્પિરિટ રૂલ્સ, ૧૯૫૧
  • બોમ્બે પ્રોહિબિશન (મેન્યુફેક્ચર ઓફ સ્પિરિટ) (ગુજરાત) રૂલ્સ, ૧૯૬૩
  • ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ (ઇમ્પોર્ટ, સ્ટોરેજ એન્ડ સેલ ફોરએક્સપોર્ટ ઓવરસીઝ ઇન બોન્ડ) રેગ્યુલેશન, ૧૯૬૬
  • બોમ્બે ડીનેચર્ડ સ્પિરિટ રૂલ્સ, ૧૯૫૯
  • ગુજરાત ડીનેચર્ડ સ્પિરિચ્યુઅસ પ્રીપરેશન રૂલ્સ, ૧૯૬૨
  • ધી સ્પિરિચ્યુઅસ પ્રીપરેશન (ટ્રાન્સપોર્ટ એન્ડ એક્સપોર્ટ અંડરબોન્ડ) રૂલ્સ, ૧૯૫૩
  • ગુજરાત આર્ટિકલ્સ અનફીટ ફોર યુઝ એઝ ઇન્ટોકસીકેટીંગ લીકર (મેન્યુફેકચરીંગ એન્ડ ઇમ્પોર્ટ) રેગ્યુલેશન, ૧૯૬૬
  • બોમ્બે મહુડા ફલાવર્સ રૂલ્સ, ૧૯૫૦
  • બોમ્બે મોલાસીસ રૂલ્સ, ૧૯૫૫
  •  ગુજરાત મિથાઇલ આલ્કોહોલ રૂલ્સ, ૧૯૮૧
  •  ગુજરાત રોટનગુર  એન્ડ એમોનિયમ ક્લોરાઇડ (મેન્યુફેક્ચર એન્ડ પઝેશન)રૂલ્સ, ૧૯૭૭
  •  ગુજરાત પોપી કેપ્સ્યુલ રૂલ્સ, ૧૯૬૩
  •  બોમ્બે ડ્રગ્સ કન્ટ્રોલ ( ગુજરાત રૂલ્સ ), ૧૯૬૧
  •  ધ ગુજરાત સ્પિરિચ્યુઅસ પ્રીપરેશન નિયમો, ૨૦૦૫

ઉપરોક્ત કાયદાઓ તથા તે હેઠળ ઘડેલા નિયમો હેઠળ વિવિધ પ્રતિબંધિત પદાર્થોના શુધ્ધ બુધ્ધિપૂર્વકના ઉત્પાદન, વેચાણ, કબજા, ઉપયોગ, હેરફેર, આયાત અને નિકાસ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓના નિયંત્રણ તથા નિયમનની કામગીરી આ કચેરી કરે છે.ઉપર્યુક્ત વિવિધ પ્રવૃત્તિઓના શુધ્ધ-બુધ્ધિપૂર્વકના ઉપભોક્તાઓના હિતમાં રાજ્યની સ્થાપનાના સમયથી જ ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદન, વેચાણ તથા જૂજ પ્રતિબંધિત દ્રવ્યોના વેચાણ સિવાયની તમામ પ્રવૃત્તિઓને લગત પરવાના, પાસ, પરમિટ તથા અધિકૃતિપત્રો કાઢી આપવા તથા તેને લગત અન્ય તમામ કામગીરીનું વિકેન્દ્રીકરણ કરી, જિલ્લા કક્ષાએ અને બહુજન સમાજને અસર કરતા કેટલાક પરવાના-પરમિટને લગત કામગીરી અર્થે છેક તાલુકા કક્ષાએ સત્તાઓ આપવામાં આવેલ છે.

 

ઉપરાંત સામાજીક જાગૃતિ અને કેળવણીના ઉદ્દેશને કેન્દ્રમાં રાખીને વિવિધ દૃશ્ય-શ્રાવ્ય પ્રચાર માધ્યમોની મદદથી અને શૈક્ષણિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓના સહયોગથી ખાતાના અધિકારી / કર્મચારીઓ દ્વારા આદિવાસી તેમજ બિન આદિવાસી વિસ્તારોમાં નશાબંધીના ઘનિષ્ટ પ્રચારની કામગીરી કરવામાં આવી રહી છે.

કચેરી દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ

  • કચેરી દ્વારા નીચે મુજબના પ્રતિબંધિત પદાર્થોના ઉત્પાદકો, વપરાશકર્તાઓ, વેચાણકર્તાઓ અને ઉપભોગકર્તાઓને જુદા જુદા પ્રકારના પરવાના, પરમિટ, અધિકૃતિપત્રો અને હેરફેર, આયાત કે નિકાસના પાસ આપવામાં આવે છે.

અનુક્રમ

પ્રતિબંધિત પદાર્થનું નામ

નીરો

વિદેશીદારૂ

સેક્રામેન્ટલવાઇન

રેક્ટિફાઇડસ્પિરિટ

ઔદ્યોગિકઆલ્કોહોલ

વિકૃત કરેલસ્પિરિટ

વિકૃત કરેલ સ્પિરિટવાળીબનાવટો

સ્પિરિટવાળી ઔષધિય અનેઅન્ય બનાવટો

ઔષધીય અને સૌંદર્યપ્રસાધન બનાવટો

૧૦

કેફી પીણાં તરીકે અયોગ્ય હોય તેવી સ્પિરિટવાળી બનાવટો

૧૧

અફીણ

૧૨

ભાંગ

૧૩

મહૂડા ફૂલો

૧૪

મોલાસીસ

૧૫

મીથાઇલ આલ્કોહોલ

૧૬

નવસાર

૧૭

અખાદ્યગોળ

૧૮

પોષડોડવા

૧૯

હાનિકારકઔષધો

૨૦

નોટિફાઇડડ્રગ્સ

 

 

  

  • કચેરી દ્વારા સમાજના તમામ વર્ગના લોકોના સામાજીક શિક્ષણના હેતુસરનશાબંધી પ્રચાર અર્થે જુદા જુદા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જેમાં મુખ્યત્વે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે.શૈક્ષણિક કાર્યક્રમોમાં વકતૃત્વ-નિબંધ-ચિત્ર અને રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાસ્યરસ-મનોરંજનના નાટકો, શેરી નાટકો, મહેંદી હરિફાઇ, ગરબા હરિફાઇ, લોકગીતો, દેશભક્તિ ગીતો, ભજનો, જાદુ (મેજીક શો), ફિલ્મ શો, નશાબંધી પોસ્ટરપ્રદર્શનો, ચર્ચા સભાઓ, બેઠકો વિગેરેનો સમાવેશ થાય છે. વળી, ખાતા દ્વારા હાઇવેહોર્ડીંગ, પ્રચાર બોર્ડ, બસની બેક પેનલો, પ્રચારના બેનરો, ભીંત ચિત્રો તથા સૂત્રો, વર્તમાનપત્રોમાંની જાહેરાતો તથા વિવિધ પ્રકારના સંમેલનો જેમ કે વિદ્યાર્થી સંમેલન, લોકસંમેલન, યુવા સંમેલન, મહિલા સંમેલન, ધાર્મિક સંમેલન, શિબિરો, પરિસંવાદોવિગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. વળી, દૂરદર્શન દ્વારા વ્યસનમુક્તિને લગતાસૂત્રો, નાટકો વિગેરે પ્રસારિત કરવામાં આવે છે. 

કચેરી નું સંસ્થાગત માળખું

નશાબંધી અને આબકારી કચેરીની કામગીરી બે ભાગમાં વહેંચાયેલી છે --

  • આબકારી વિષયક કામગીરી
  • નશાબંધી પ્રચાર
  • માળખું – 

આબકારી પ્રભાગ

નિયામક

નાયબ નિયામક(વહીવટ)        

 નાયબ નિયામક(એકસાઇઝ) તથા તકેદારી એકમ .

નિયામક કચેરી

  

 

 

  

 

 

     કુલ આબકારી મહેકમ ૭૫૩   

૨૬ જિલ્લા કચેરીઓ

વહીવટી અધિકારી

જિલ્લા અધીક્ષક

વર્ગ-૧ (૮),

વર્ગ-ર (૧૮)

હિસાબી અધિકારી

આબકારી ઇન્સ્પેકટર

૩૮  

કાયદા અધિકારી

સબ ઇન્સ્પેકટર

૧૪૩   

મદદનીશ નિયામક

 ૨

જમાદાર

૫૩

 

 

સિપાઇ

૨૫૮ 

 

 

વહીવટી કર્મચારીગણ વિગેરે

૨૨૭    

 

 

 

કુલ આબકારી મહેકમ

૭૫૩  

 

 આ સંસ્થાગત માળખા હેઠળ અત્રેના તાબા હેઠળ જુદા જુદા સ્તરે કામગીરી કરતી કચેરીઓના સરનામા નીચે મુદ્દા નંબર ૨.૧૧ માં વિગતે દર્શાવેલ છે.

કચેરીની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકોપાસેથી અપેક્ષાઓ

  • સમાજમાં નશાનો વ્યાપ ઓછો થાય તે માટે નશા વિરૂધ્ધ પ્રચાર પ્રવૃત્તિમાં લોકો જોડાય અને તેનો બહોળો પ્રચાર કરે.
  • કોઇપણ નીતિને અમલમાં મૂકવી હોય તો ફક્ત કાયદો પૂરતો નથી. નશાબંધી નીતિમાં પ્રત્યેક નાગરિકને શ્રધ્ધા હોવી જરૂરી છે અને વ્યક્તિએ પોતે નક્કી કરવું જોઇએ કે, કેફી પદાર્થોથી દૂર રહેવાથી તેને કયા અંગત લાભ થશે. રાજ્યના તમામ નાગરિકો આ મુદ્દે નશાબંધી નીતિને બળ મળે તે માટે સ્વયં શિસ્ત કેળવે તેવી ખાતું અપેક્ષા રાખે છે.

લોકસહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પધ્ધતિઓ

ઉપર મુદ્દા નં. ર.૬ માં વર્ણવેલ પ્રકારના પ્રચાર કાર્યક્રમો કરવા માટે સ્થાનિક સંજોગો તેમજ નાણાકીય પ્રાપ્યતાઓને ધ્યાને લઇ વિવિધ શૈક્ષણિક, ધાર્મિક, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંત-મહાત્માઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓનો સહયોગ મેળવવાની પ્રથા અમલમાં છે. આ માટે રાજ્યમાં નશાબંધી મંડળ ઉપરાંત  ૪૪       નશાબંધી સંસ્કાર કેન્દ્રો કાર્યરત છે. આ નશાબંધી સંસ્કારકેન્દ્રો સ્વૈચ્છિક સંસ્થાઓ છે, જેના સહકારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને નશાબંધી પ્રચારની કામગીરી સતત થતી રહે તે પ્રકારની ગોઠવણ કરવામાં આવે છે. આ ઉપરાંત નશાબંધીના ઘનિષ્ટ પ્રચાર અર્થે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન ર જી ઓકટોબરથી ૮ મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ માધ્યમો દ્વારા ૭ દિવસ સુધી નશાબંધીનો ઘનિષ્ટ પ્રચાર કરવામાં આવે છે. લોકોને નશાબંધીનો અમલ કરવા માટે શપથ લેવડાવવામાં આવે છે અને નશાની બદીમાં સપડાયેલા લોકોને નશાથી મુક્ત થવા માટે સમજ આપવામાં આવે છે.  આ માટે રાજ્યના ધોરીમાર્ગો ઉપર હોર્ડિંગ્સ દ્વારા, બસો પાછળની બેક પેનલોમાં નશાબંધી પ્રચારની જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવે છે.

 

સેવા આપવાના દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણમાટે ઉપલબ્ધ તંત્ર

આ માટે દરેક કચેરીમાં સરકારશ્રીની સ્થાયી સૂચના મુજબ ફરિયાદ પેટી રાખવામાં આવી છે. સેવા આપવા ઉપર દેખરેખ માટે અત્રેના ખાતામાં જિલ્લા કક્ષાએ અધીક્ષક તથા તેમના તાબાના ક્ષેત્રિય અધિકારીઓને સીધી ફરિયાદ કરી શકાય છે. તે ઉપરાંત રાજ્યકક્ષાએ નિયામકને અને સરકારશ્રી કક્ષાએ અગ્ર સચિવશ્રીને અને મંત્રાલય કક્ષાએ માનનીયમંત્રીશ્રીને લેખિત અથવા તો ટેલીફોનથી ગમે ત્યારે ફરિયાદ કરી શકાય છે. આ બાબતે માનનીય મુખ્ય મંત્રીશ્રીની કક્ષાએ લોકફરિયાદના નિવારણ અર્થે “ સ્વાગત ” કાર્યક્રમનું પણ વખતો-વખત આયોજન થાય છે. જેમાં પણ જાહેર ફરિયાદ કરી શકાય છે.

 

 

મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓના સરનામા

અત્રેના સીધા તાબા હેઠળ આવેલી વિવિધ આબકારી કચેરીઓના સરનામા સામેલ પત્રક મુજબ છે:-

 

નશાબંધી અને આબકારી ખાતાની કચેરીઓના નામ અને સરનામાની વિગત

 

ક્રમ

કચેરીનુંનામ

સરનામું

નિયામકની કચેરી, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર

 નશાબંધી ભવન, સેકટર ૧૦બી,  લોકાયુકતની કચેરી પાછળ, ગાંધીનગર

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, અમદાવાદ 

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૩ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ઉત્તર વિભાગ, અમદાવાદ શહેર

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૪ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, દક્ષિણ વિભાગ, અમદાવાદ શહેર

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૫ 

નશાબંધી અને આબકારી તકેદારી નિરીક્ષકની કચેરી, અમદાવાદ

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૬  

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ઇ/ચા. સીએસડીડેપો.

કેમ્પના હનુમાનની સામે, એરપોર્ટ રોડ, અમદાવાદ

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ ઉત્તર-૧ ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ ઉત્તર-૨ નીકચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ ઉત્તર-૩ નીકચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૦

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ ઉત્તર-૪ ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ દક્ષિણ-૧ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ દક્ષિણ-૨ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૩

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ દક્ષિણ-૩ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, અમદાવાદ દક્ષિણ-૪ની કચેરી

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા. મિથાઇલ આલ્કોહોલની કચેરી અમદાવાદ

લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરીયા ગાર્ડન)ની સામે, લાલદરવાજા, અમદાવાદ

૧૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા. ધોળકાની કચેરી

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ઇ/ચા. ધોળકા જી. અમદાવાદ

૧૭ 

નશાબંધી અને આબકારી નાયબ નીરીક્ષક ઇ/ચા.  સી.એસ.ડી. ડેપો

કેમ્પના હનુમાનની સામે, એરપોર્ટ રોડ, અમદાવાદ

૧૮  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, ગાંધીનગર

જીવરાજ મહેતા  ભવન,બ્લોક નં.૩, ભોંયતળીયે, જુના સચિવાલય, ગાંધીનગર.

૧૯  

નશાબંધી  અને  આબકારી  નીરીક્ષક  કચેરી, ગાંધીનગર

 જીવરાજ મહેતા  ભવન,બ્લોક નં.૩, ભોંયતળીયે, જુના સચિવાલય, ગાંધીનગર.

૨૦ 

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, વડોદરા

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૨૧

નશાબંધી અને આબકારી નિરીક્ષક, વડોદરા શહેર ઉત્તર વિભાગ

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૨૨ 

નશાબંધી અને આબકારી નિરીક્ષક, વડોદરા શહેર દક્ષિણ વિભાગ

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૨૩

નશાબંધી અને આબકારી તકેદારી નિરીક્ષક, વડોદરા

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૨૪

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ડભોઇ

રેલ્વે સ્ટેશન પાછળ, મુ. ડભોઇ, જિ.વડોદરા

૨૫

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, છોટા ઉદેપુર

નાયબ નિરીક્ષક, છોટા ઉદેપુર

૨૬

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઇ/ચા. મિથાઇલ આલ્કોહોલ

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૨૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઉત્તર -૧ ,.વડોદરા ,

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૨૮

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઉત્તર -૨  ,.વડોદરા ,

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૨૯ 

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ઉત્તર -૩  ,.વડોદરા

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૩૦

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, દક્ષિણ  -૧ ,.વડોદરા ,

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૩૧

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, દક્ષિણ  -૨ ,.વડોદરા ,

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૩૨

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, દક્ષિણ  -૩  ,.વડોદરા ,

નર્મદા ભવન, સી- બ્લોક, ૩જે માળ, જેલ રોડ, વડોદરા

૩૩

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, ભરૂચ

બહુમાળી મકાન, ભરૂચ

૩૪ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ભરૂચ

પાંચ બત્તી, સેલ્સ ટેક્ષ ઓફીસની બાજુમાં, પાંચ બત્તી, ભરૂચ

૩૫ 

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, વલસાડ

આશિષ ,ત્રીજો માળ, જુની આર.ટી.ઓ, ઓફીસ,મદનવાડ,  વલસાડ

૩૬

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, વલસાડ

આશિષ ,ત્રીજો માળ, જુની આર.ટી.ઓ, ઓફીસ,મદનવાડ,  વલસાડ

૩૭

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, મેથેનોલ,વલસાડ

આશિષ ,ત્રીજો માળ, જુની આર.ટી.ઓ, ઓફીસ,મદનવાડ,  વલસાડ

૩૮

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, નર્મદા

લાલ ટાવર પાસે, મામલતદાર ઓફીસ સામે, રાજપીપળા

૩૯  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, નવસારી

જુના થાણા, બીજો માળ, બહુમાળી મકાન, એ- બ્લોક, નવસારી

૪૦  

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, નવસારી

જુના થાણા, બીજો માળ, બહુમાળી મકાન, એ- બ્લોક, નવસારી

૪૧ 

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, સુરેન્દ્રનગર

બહુમાળી ભવન, એ-બ્લોક, પહેલા માળે, રૂમ નં. ૧૦૨, સુરેન્દ્રનગર

૪૨ 

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક, ધાંગધ્રાની કચેરી

જુની જેલ, ધાંગધ્રા

૪૩  

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, સુરેન્દ્રનગર

બહુમાળી ભવન, એ-બ્લોક, પહેલા માળે, રૂમ નં. ૧૦૨, સુરેન્દ્રનગર

૪૪

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, અમરેલી

બહુમાળી ભવન, બીજો માળ, રૂમ નં.૨૦૫-૨૦૬, અમરેલી

૪૫ 

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક સાવરકુંડલાની કચેરી

પથિકાશ્રમ , બસ સ્ટેન્ડ પાસે, તાલુકા પંચાયત કંપાઉન્ડ, સાવરકુંડલા, જિ. અમરેલી

૪૬   

નશાબંધી અને આબકારી નિરીક્ષક અમરેલીની કચેરી

બહુમાળી ભવન, બીજો માળ, રૂમ નં.૨૦૫-૨૦૬, અમરેલી

૪૭ 

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, કચ્છ (ભુજ)

બહુમાળી ભવન, બ્લોક નં.૪૦૪, ત્રીજે માળ, ભુજ (કચ્છ)

૪૮ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ભુજ

બહુમાળી ભવન, બ્લોક નં.૪૦૪, ત્રીજે માળ, ભુજ (કચ્છ)

૪૯

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક અંજાર

પોલીસ સ્ટેશનની બાજુમાં, હંગામી આવાસ રૂમ નં. ૫,
પોલિટેકનીકની બાજુમાં, અંજાર

૫૦ 

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, જુનાગઢ

શિવાંશુ બિલ્ડીંગ , ગેબનશાપીર દરગાહનો રોડ, પાંજરાપોળની સામે, ઉપરકોટ,જુનાગઢ

૫૧   

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, જુનાગઢ

શિવાંશુ બિલ્ડીંગ , ગેબનશાપીર દરગાહનો રોડ, પાંજરાપોળની સામે, ઉપરકોટ,જુનાગઢ

૫૨  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, વેરાવળ

શિવાંશુ બિલ્ડીંગ , ગેબનશાપીર દરગાહનો રોડ, પાંજરાપોળની સામે, ઉપરકોટ,જુનાગઢ

૫૩  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, પોરબંદર

જિલ્લા સેવા સદન નં. ૨, કચેરી નં. ૧૯, સાંદિપની આશ્રમરોડ, પોરબંદર

૫૪ 

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, પોરબંદર

પેરેડાઇઝ સીનેમા પાસે પાગાબાપાના આશ્રમ પાસે,
જી.ઇ.બી. સામે, પોરબંદર

૫૫   

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, ભાવનગર

પહેલોમાળ,સેન્ટ્રલ હોલ,બહુમાળીભવન,, ભાવનગર

૫૬  

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ભાવનગર

પહેલોમાળ,સેન્ટ્રલ હોલ,બહુમાળીભવન,, ભાવનગર

૫૭   

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, મહુવા

કોર્ટ બિલ્ડીંગ, ગાંધીબાગ સામે, મહુવા

૫૮  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, જામનગર

બહુમાળી મકાન, બીજા માળે, લાલ બંગલો, જામનગર

૫૯ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, જામનગર

બહુમાળી મકાન, બીજા માળે, લાલ બંગલો, જામનગર

૬૦  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, જામખંભાળીયા

બકાલા માર્કેટ પાસે, દરબાર ગઢ પાસે, જામખંભાળીયા

૬૧  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૬૨ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, રાજકોટ સીટી

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૬૩  

નશાબંધી અને આબકારી તકેદારી નિરીક્ષકની કચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૬૪  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક પૂર્વ વિભાગનીકચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૬૫   

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક પશ્ચિમ વિભાગનીકચેરી, રાજકોટ

ભાવનગરનો ઉતારો, ઢેબરભાઇ રોડ, ખાદી ગ્રામોદ્યોગ પાસે, રાજકોટ

૬૬  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક ગોંડલનીકચેરી

બંદર, સ્ટેશન પ્લોટ, ગોંડલ

૬૭

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, હિંમતનગર

વખારીયા વાડ, ગાંધીરોડ, હિંમતનગર, જિ. સાબરકાંઠા

૬૮ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, હિંમતનગર

વખારીયા વાડ, ગાંધીરોડ, હિંમતનગર, જિ.સાબરકાંઠા

૬૯      

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, પ્રાંતિજ

રેલ્વે સ્ટેશનની સામે, ભાખરીયા, પ્રાંતિજ જિ.સાબરકાંઠા

૭૦  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, શામળાજી ચેકપોસ્ટ

સ્ટેટ હાઇવે, શામળાજી, જિ. સાબરકાંઠા

૭૧  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, પાલનપુર

જોરાવર પેલેસ, સિંચાઇ ભવનની સામે, પાલનપુર, જિ.બનાસકાંઠા

૭૨

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, પાલનપુર જી. બનાસકાંઠા

જોરાવર પેલેસ, સિંચાઇ ભવનની સામે, પાલનપુર, જિ.બનાસકાંઠા

૭૩ 

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, દિયોદર

જુની કોર્ટ કંમ્પાઉન્ડમાં, દિયોદર, જિ.બનાસકાંઠા

૭૪  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, પાટણ

જીલ્લા સેવા સદન  બ્લોક  નં ૨  બીજો માળ પાટણ

૭૫ 

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરીપાટણ

જીલ્લા સેવા સદન  બ્લોક  નં૨  બીજો માળ પાટણ

૭૬   

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, નડીયાદ

જુની મામલતદાર ઓફીસ સ્ટેશનરોડ નડીઆદ

૭૭ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, નડીયાદ

જુની મામલતદાર ઓફીસ સ્ટેશનરોડ નડીઆદ

૭૮

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, આણંદ

જુની  કલેકટર  કચેરી  ,સરકીટ હાઉસની બાજુમાં, અમુલ ડેરી રોડ આણંદ.

૭૯  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, આણંદ

જુની  કલેકટર  કચેરી  ,સરકીટ હાઉસની બાજુમાં, અમુલ ડેરી રોડ આણંદ.

૮૦  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, ગોધરા

જિલ્લા સેવા સદન બિલ્ડીંગ, બહુમાળી મકાન, ત્રીજે માળ, ગોધરા

૮૧   

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, ગોધરા

જિલ્લા સેવા સદન બિલ્ડીંગ, બહુમાળી મકાન, ત્રીજે માળ, ગોધરા

૮૨  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, દાહોદ

વહોરા સોસાયટી સામે, પ્રાંત ઓફિસની બાજુમાં, દાહોદ.

૮૩  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, દાહોદ

વહોરા સોસાયટી સામે, પ્રાંત ઓફિસની બાજુમાં, દાહોદ.

૮૪  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, મહેસાણા

રાજમહેલ, રજો માળ, મહેસાણા

૮૫  

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, મહેસાણા

રાજમહેલ, રજો માળ, મહેસાણા

૮૬   

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી,સુરત

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૮૭ 

નશાબ઼ધી અને આબકારી નિરીક્ષકની કચેરી, સુરતશહેર.

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૮૮ 

નશાબંધી અને આબકારી નિરીક્ષકની કચેરી, તકેદારીએકમ

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૮૯  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, સુરત-૧

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૯૦  

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષકની કચેરી, સુરત-૨

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૯૧   

નશાબંધી અને આબકારી નાયબ નિરીક્ષક સુપરવીઝન, સુરતનીકચેરી

બહુમાળી મકાન, એ-બ્લોક, ૭મા માળે, નાનપુરા, સુરત

૯૨  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી, વ્યારા તાપી

 જીલ્લાસેવા  સદન બ્લોક નં ૩બીજો માળ પાનવાડી વ્યારા   જી. તાપી

૯૩

નશાબંધી અને  આબકારી નીરીક્ષક કચેરી, તાપી.

જીલ્લાસેવા  સદન બ્લોક નં ૩બીજો માળ પાનવાડી વ્યારા   જી. તાપી

૯૪  

નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી આહવા  જી. ડાંગ

 સેવા સદન, ગ્રાઉન્ડ ફલોર, આહવા, જિ.ડાંગ

૯૫  

પ્રમુખશ્રી, નશાબંધી મંડળ, ગુજરાત રાજ્ય, અમદાવાદ(NGO)

બહુમાળી ભવન સામે, લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ

 

 

 

       

           કચેરી શરૂ થવાનો સમય તથા બંધ થવાનો સમય –

વડી  કચેરી સહિતની તમામ વહીવટી કચેરીઓનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધીનો છે.

  • જિલ્લામાં ડિસ્ટિલરીઓ તથા સુગર ફેકટરીઓ ઉપર આવેલ અત્રેના ખાતાની કચેરીઓનો સમય સવારે ૮.૦૦ કલાકથી સાંજે પ.૦૦ કલાક સુધીનો છે.
  • જિલ્લામાં આવેલ વિદેશી દારૂની દુકાનનો સમય બપોરના ક. ૧૨.૦૦ થી સાંજે ક. ૮.૦૦ સુધીનો છે.

જિલ્લામાં આવેલ એક પાળીવાળી બોન્ડેડ લેબોરેટરીનો સમય સવારના ક.૮.૦૦ થી સાંજે ક. ૫.૦૦ સુધીનો છે, જ્યારે અન્ય કેટલીક બોન્ડેડ લેબોરેટરીઓ ત્રણેય પાળીમાં ચાલે છે. ફુલ ટાઇમ સુપરવીઝનની જગ્યાઓ છે.  તો કેટલાક પરવાનેદારોને ત્યાં કામગીરીના  પ્રમાણમાં પાર્ટ –ટાઇમ સુપરવીઝન આપવામાં આવે  છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Page 1 [2]
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 04-08-2022