હું શોધું છું

હોમ  |

નિર્ણય લેવાની કાર્યપઘ્ધતિ
Rating :  Star Star Star Star Star   

પ્રકરણ-૪

                            નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપધ્ધતિ

 

અનુક્રમ

જેના પર નિર્ણય
લેવાનાર છે તે વિષય

ભરતી, બઢતી, બદલી, રજા, શિક્ષાત્મક પગલાં જેવી વહીવટી બાબતો.

માર્ગદર્શક સૂચન /
દિશાનિર્દેશ જો
કોઇ હોય તો

ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ તેમજ ગુજરાત મુલ્કી સેવા (શિસ્તઅને અપીલ) નિયમો, ૧૯૭૧ તેમજ આ તમામ હેઠળ સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ સૂચનાઓ.

અમલની પ્રક્રિયા

બિન સચિવાલય સંવર્ગ કચેરી કાર્યપધ્ધતિથી ઠરાવેલ ધોરણે લગતી બ્રાન્ચમાંથી નોંધ મુક્યા પછી કચેરી અધીક્ષક મારફત, વહીવટી અધિકારી, નાયબ નિયામક મારફત નિયામક સમક્ષ ફાઇલ આખરી આદેશ માટે મુકવી

નિર્ણય લેવાની
કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓનોહોદ્દો

કચેરીના વડાને જે કિસ્સાઓમાં સત્તા મળેલ છે તે તમામ બાબતે જિલ્લા અધીક્ષક અને અન્ય બાબતે નિયામક

ઉપર જણાવેલ
અધિકારીઓના સંપર્ક
અંગેની માહિતી

નિયમ સંગ્રહ-૧ મુદ્દા નંબર ર.૧૧ માં માહિતી આપેલછે.

જો નિર્ણયથી સંતોષ
ન હોય તો,
ક્યાં અને કેવી
રીતેઅપીલ કરવી ?

અપીલને પાત્ર તમામ નિર્ણયો લેવાના સમયે હુકમમાં જોગવાઇ થયાપ્રમાણે અને નિર્ણય લેનાર અધિકારીના તરત ઉપરના અધિકારી સમક્ષ.

અનુક્રમ

જેના પર નિર્ણય
લેવાનાર છે તે વિષય

પગાર, ઇજાફા, ઉચ્ચતર પગાર ધોરણ, આકસ્મિક ખર્ચ વિગેરે જેવી નાણાકીય બાબતો.

માર્ગદર્શક સૂચન /
દિશા-નિર્દેશ જો
કોઇ હોય તો

ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨, ગુજરાત તિજોરી નિયમો, ૨૦૦૦, નાણાકીય સત્તા (સોંપણી) નિયમો, ૧૯૯૮ તથા સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા આ તમામ બાબતે વખતોવખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓ.

અમલની પ્રક્રિયા

બિન સચિવાલય સંવર્ગ કચેરી કાર્ય પધ્ધતિથી ઠરાવેલ ધોરણે

નિર્ણય લેવાની
કાર્યવાહીમાં સંકળાયેલ
અધિકારીઓનોહોદ્દો

કચેરીના વડાને જે કિસ્સાઓમાં સત્તા મળેલ છે તે તમામ બાબતે જિલ્લા અધીક્ષક અને અન્ય બાબતે નિયામક

ઉપર જણાવેલ
અધિકારીઓના સંપર્ક
અંગેની માહિતી

નિયમ સંગ્રહ-૧ મુદ્દા નંબર ર.૧૧ માં માહિતી આપેલ છે.

જો નિર્ણયથી સંતોષ
ન હોય તો,
ક્યાં અને કેવી
રીતેઅપીલ કરવી ?

અપીલને પાત્ર તમામ નિર્ણયો લેવાના સમયે હુકમમાં જોગવાઇ થયાપ્રમાણે અને નિર્ણય લેનાર અધિકારીના તરત ઉપરના અધિકારી સમક્ષ.

અનુક્રમ

જેના પર નિર્ણય
લેવાનાર છે તે વિષય

વિવિધ પ્રકારના પરવાના, પરમિટ, અધિકૃતિપત્રો, પાસ કાઢી આપવાબાબત.

માર્ગદર્શક સૂચન /
દિશા-નિર્દેશ જો
કોઇ હોય તો

મુખ્યત્વે ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯, કેફી ઔષધ અને મન:પ્રભાવીદ્રવ્ય અધિનિયમ, ૧૯૮૫, મુંબઇ ઔષધ નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૯ આ તમામ હેઠળ વખતોવખત બહાર પાડવામાંઆવેલ નિયમો, વિનિયમો તથા ખાતાની સ્થાયી સૂચનાઓ.

અમલની પ્રક્રિયા

ઉક્ત સૂચનાઓથી જોગવાઇ થયા પ્રમાણેની કાર્યપધ્ધતિ

નિર્ણય લેવાની
કાર્યવાહીમાં સંકળાયેલ
અધિકારીઓનોહોદ્દો

પ્રકરણ-૧૫ (નિયમ સંગ્રહ-૪) હેઠળ દરેક કિસ્સામાં વિગતવાર જણાવ્યાપ્રમાણે સંબંધિત ક્ષેત્રિય અધિકારી, લાગુ પડતી શાખાના કારકુનથી માંડી કચેરી અધીક્ષક સુધીના કર્મચારી, જિલ્લા અધીક્ષક અને જોગવાઇ થયેલ હોય તે સંજોગોમાં વડી કચેરી અને/અથવા સરકારશ્રી.

ઉપર જણાવેલ
અધિકારીઓના સંપર્ક
અંગેની માહિતી

નિયમ સંગ્રહ-૧ મુદ્દા નંબર ર.૧૧ માં માહિતી આપેલ છે.

જો નિર્ણયથી સંતોષ
ન હોય તો,
ક્યાં અને કેવી
રીતેઅપીલ કરવી ?

અપીલને પાત્ર તમામ નિર્ણયો લેવાના સમયે હુકમમાં જોગવાઇ થયા પ્રમાણે અને નિર્ણય લેનાર અધિકારીના તરત ઉપરના અધિકારી સમક્ષ.

 

 

 

અનુક્રમ

 

જેના પર નિર્ણય
લેવાનાર છે તે વિષય

 

હાઇવે હોર્ડિંગો, એસટી બસ પેનલ, એએમટીએસ બસ પેનલ, ટી.વી. એડ, દૈનિક પત્રો જાહેરાત

માર્ગદર્શક સૂચન / દિશાનિર્દેશ જો
કોઇ હોય તો

 

સરકારશ્રીના માહિતી ખાતાના માન્ય દરો, મોનોપોલીએજન્ટ

અમલની પ્રક્રિયા

જે તે સંસ્થા નશાબંધી પ્રચાર અંગેની જાહેરાતના હાઇવે હોર્ડિંગો/બસ પેનલો દર્શાવવા માંગતા હોય તે પોતે મોનોપોલી એજન્ટ હોવા જોઇએ. તે અંગેના સાધનિક કાગળો સાથે અરજી કરતા, શાખા સદર પ્રકરણ ઉપર તપાસ કરી ગ્રાન્ટની જોગવાઇ લક્ષમાં લઇ સાદર કરેલ પ્રકરણ અંગે મદદનીશ નિયામકને નોંધ સાદર કરશે.

 

મદદનીશ નિયામક સદરહું નોંધ ઉપર પ્રકરણના કાગળો, ચકાસી સરકારશ્રીની જોગવાઇઓ મુજબ પોતાના રીમાર્કસ આપશે.

 

મદદનીશ નિયામક દ્વારા રજૂ કરાનાર પ્રકરણ, નાયબ નિયામક પોતાનારીમાર્કસ અને ગ્રાન્ટની વિગતો સાથે નિયામકને રજૂ કરશે.

 

નિયામક, નાયબ નિયામક દ્વારા રજૂ કરેલ પ્રકરણ ઉપર નોંધ તથાગ્રાન્ટની વિગતો લક્ષમાં લઇ રાજ્યની નશાબંધી નીતિના ભાગરૂપે પ્રચાર અર્થે યોગ્ય આદેશો આપી પોતાની કક્ષાએથી નિર્ણય લેશે.

 

પ.

નિયામકના હકારાત્મક આદેશ થયેથી એકમને આદેશો આપવામાં આવશે. જો નકારાત્મક આદેશો લેવામાં આવશે તો ના પાડવામાં આવશે.

નિર્ણય લેવાની
કાર્યવાહીમાં
સંકળાયેલ
અધિકારીઓનોહોદ્દો

 

સરકારશ્રીના તા.૧૯/૫/૮૩ ના ઠરાવ અનુસાર નિયામક, નાયબ નિયામક, મદદનીશ નિયામક (જનરલ)

ઉપર જણાવેલ
અધિકારીઓના સંપર્ક
અંગેની માહિતી

 

નિયામક, નશાબંધી અને આબકારી કચેરી, નશાબંધી ભવન, સેકટર-૧૦બી, લોકાયુકત ભવનની પાછળ, ગાંધીનગર.

જો નિર્ણયથી સંતોષ
ન હોય તો, ક્યાં અને
કેવી રીતે અપીલ
કરવી ?

 

અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર.

અનુક્રમ

 

જેના પર નિર્ણય
લેવાનાર છે તે વિષય

 

સંસ્કાર કેન્દ્રોને ગ્રાન્ટ આપવા બાબત.

માર્ગદર્શક સૂચન /
દિશા-નિર્દેશ જો
કોઇ હોય તો

 

સરકારશ્રીના તા.૯-૩-૧૯૯૮ ના ઠરાવ
સરકારશ્રીના તા.૨૯/૧૧/૧૯૭૮ નાઠરાવ

અમલની પ્રક્રિયા

નશાબંધી સંસ્કાર કેન્દ્રોને ગ્રાન્ટ ઇન એઇડ આપવા અંગેની જિલ્લાઅધીક્ષકની દરખાસ્ત આવ્યેથી શાખા પ્રકરણની સાથેના સાધનિક કાગળોની ચકાસણી કરશે.

 

શાખા પ્રકરણના કાગળો ચકાસી ગ્રાન્ટ ઇન એઇડ નિયમો લક્ષમાં લઇ નિયમાનુસારની નોંધ કચેરી અધીક્ષક મારફત મદદનીશ નિયામક સમક્ષ રજૂ કરશે.

 

મદદનીશ નિયામક સંસ્થાની તમામ પ્રકરણની વિગતો, સાધનિક પુરાવા વિગેરે તથા સરકારશ્રીના ઠરાવ લક્ષમાં લઇ નાયબ નિયામક સમક્ષ પોતાના રીમાર્કસ સાથેસાદર કરે છે.

 

નાયબ નિયામક, મદદનીશ નિયામકના રીમાર્કસ ધ્યાને લઇ સદર સંસ્થાનેગ્રાન્ટ ઇન એઇડ મંજૂર કરવા ભલામણ સાથે નિયામકના અંતિમ આદેશ અર્થે રજૂ કરેછે.

 

નિયામક, નાયબ નિયામકના  નોંધ ઉપરની ભલામણો લક્ષમાં લઇ સંસ્થાને ગ્રાન્ટ ઇન એઇડ ફાળવવા આદેશો કરશે.

 

નિયામકના આદેશાનુસાર સંસ્કાર કેન્દ્રને ગ્રાન્ટ ઇન એઇડ અંગે નાયબનિયામકની સહીથી આદેશો કરવામાં આવશે.

 

જે આદેશ અનુસાર જિલ્લા અધીક્ષકની કચેરી જરૂરી બીલ બનાવી નાણાંસંસ્કાર કેન્દ્રને ચૂકવી આપશે.

નિર્ણય લેવાની
કાર્યવાહીમાં
સંકળાયેલ
અધિકારીઓનોહોદ્દો

 

જિલ્લા અધીક્ષક, મદદનીશ નિયામક (જનરલ), નાયબ નિયામક, નિયામક

ઉપર જણાવેલ
અધિકારીઓના સંપર્ક
અંગેની માહિતી

 

નિયમ સંગ્રહ-૧ મુદ્દા નંબર ર.૧૧ માં માહિતી આપેલછે.

જો નિર્ણયથી સંતોષ
ન હોય તો, ક્યાં અને
કેવી રીતે અપીલ
કરવી ?

 

નિયામક,
નશાબંધી અને આબકારી કચેરી, નશાબંધી ભવન, સેકટર-૧૦બી, લોકાયુકત ભવનની પાછળ, ગાંધીનગરને સાદા પત્રથી અપીલ કરી શકાય.
જોતેમના નિર્ણયથી સંતોષ ન હોય તો અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર ને સાદા પત્રથી અપીલ કરી શકાય.

અનુક્રમ

 

જેના પર નિર્ણય
લેવાનાર છે તે વિષય

 

ટી.વી. ફિલ્મ / એડ ફિલ્મ બનાવવી.

માર્ગદર્શક સૂચન /
દિશા-નિર્દેશ જો
કોઇ હોય તો

 

માહિતી ખાતાના ઠરાવ / સરકારશ્રીના સમાજ કલ્યાણ અને આદિજાતિવિભાગના તા.૧૯/૫/૮૩ ના ઠરાવ અનુસાર.

અમલની પ્રક્રિયા

કોઇ સંસ્થા કે જે નશાબંધી પ્રચારની ટી.વી. એડ બનાવવા માંગતી હોયતે માહિતી ખાતાની પેનલ ઉપર નોંધાયેલ હોવી જોઇએ.

 

સંસ્થાની અરજી આવ્યેથી સંસ્થાની સાધનિક કાગળો, સ્ક્રીપ્ટની વિગતો, માહિતી ખાતાનો પેનલ નિર્માતાનો પત્ર, માહિતી ખાતાના દરો વગેરે લક્ષમાં લઇ શાખા નોંધમૂકશે.

 

મદદનીશ નિયામક શાખા દ્વારા રજૂ કરેલ પ્રકરણ માહિતી ખાતા /સરકારશ્રીના ઠારાવો, ગ્રાન્ટની વિગતોની ચકાસણી કરી નાયબ નિયામકને પોતાના રીમાર્કસ સાથે પ્રકરણ સાદર કરશે.

 

નાયબ નિયામક, મદદનીશ નિયામક દ્વારા રજૂ થયેલા રીમાર્કસ અંગે પોતાના અભિપ્રાય સાથે પ્રકરણ નિયામક તરફ મોકલશે.

 

નિયામક, રજૂ કરેલ પ્રકરણ નાયબ નિયામકના રીમાર્કસ તથા ગ્રાન્ટની વિગતો લક્ષમાં લઇ યોગ્ય નિર્ણય લેશે. જો તેમની સત્તામર્યાદામાં દરખાસ્ત ન આવતી હોયતો સદર પ્રકરણ યોગ્ય કાર્યવાહી અર્થે અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ) તરફે મોકલી આપવામાંઆવશે.

 

સરકારશ્રી દ્વારા સદર પ્રકરણ સાધનિક પુરાવા, માહિતી, ખાતાના ઠરાવો તથા નિયામકના અભિપ્રાય અન્વયે હકારાત્મક નિર્ણય લેતાં ટી.વી. ફિલ્મ બનાવવા અંગેજરૂરી હુકમો કરવામાં આવશે.

 

આવા હુકમોને આધીન નિયામક, નશાબંધી અને આબકારી જરૂરી આદેશો સંસ્થાને આપશે.

 

સંસ્થા, આપવામાં આવેલ હુકમોને આધીન જરૂરી ટી.વી. ફિલ્મ બનાવી નિયામકને રજૂ કરશે

 

નિયામક, સદર ટી.વી. ફિલ્મ જોઇ યોગ્ય નિર્ણય લઇ બીલ મંજૂર કરવાના હુકમો કર્યેથી જરૂરી બીલ બનાવી નાણાં ચૂકવી આપે છે.

નિર્ણય લેવાની
કાર્યવાહીમાં
સંકળાયેલ
અધિકારીઓનોહોદ્દો

 

નિયામક, નાયબ નિયામક, મદદનીશ નિયામક (જનરલ), અધિક મુખ્ય  સચિવશ્રી, ગૃહવિભાગ.

ઉપર જણાવેલ
અધિકારીઓના સંપર્ક
અંગેની માહિતી

 

અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર, નિયામક / નાયબ નિયામક / મદદનીશ નિયામક, નશાબંધી અને આબકારી, નશાબંધી ભવન, સેકટર -૧૦બી,  લોકાયુકત ભવનની પાછળ, ગાંધીનગર.

જો નિર્ણયથી સંતોષ
ન હોય તો, ક્યાં અને
કેવી રીતે અપીલ
કરવી ?

 

અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગરનેપત્ર લખી અપીલ કરી શકાય.

અનુક્રમ

 

જેના પર નિર્ણય
લેવાનાર છે તે વિષય

 

બિનવારસી વાહન કન્ડમ કરવા અંગે.

માર્ગદર્શક સૂચન /
દિશા-નિર્દેશ જો
કોઇ હોય તો

બંદરો, વાહન વ્યવહાર અને મત્સ્યોદ્યોગ વિભાગનો તા.૧૨/૧૧/૧૯૮૭ નોપરિપત્ર ક્રમાંક--જીટીએસ/૨૬૭૮/ ૪૮૯૭/ડી.

 

ગૃહ વિભાગના તા.૨૧/૧/૧૯૯૩ ના ઠરાવ ક્રમાંક-- જીટીએસ/૧૦૮૯/૪૦૧/ધ.

 

ગૃહ વિભાગના તા.૧૯/૮/૧૯૯૪ ના ઠરાવ ક્રમાંક-- જીટીએસ /૧૦૮૯/૪૦૧/ધ.

 

નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના તા.૪/૭/૨૦૦૦ ના ઠરાવક્રમાંક-- એસઆરટી/૨૨૯૯/ યુઓઆર-૧/(૧૭)/હ.

 

ગૃહ વિભાગના તા.૭/૧૨/૨૦૦૨ ના ઠરાવક્રમાંક--જીટીએસ/૧૦-૨૦૦૧/૩૦૨૬/ધ.

અમલની પ્રક્રિયા

બિન વપરાશી વાહન ર લાખ કી.મી. ચાલેલ હોય, આયુષ્યના ૧૦ વર્ષ પૂરાંકરેલ હોય તો તેવા વાહનને અધીક્ષક રદબાતલ કરી વાહનની અપસેટ કિંમત નર્મદા, જળસંપત્તિવિભાગ અથવા માર્ગ અને મકાન વિભાગના દ્વારા નક્કી કરાવી સ્થાનિક દૈનિક પત્રોમાં જાહેરાત આપી વાહનનો નિકાલ કરી શકશે.

 

જે વાહન ર લાખ કી.મી. પૂરાં કરેલા હોય, પરંતુ દસ વર્ષ પૂરાં નકરેલા હોય તે વાહન નિયામક રદબાતલ કરશે.

 

જે વાહન ર લાખ કી.મી. પૂરાં ન કર્યા હોય અને દસ વર્ષ પૂરાં નકરેલા હોય તે વાહન માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક વિભાગના અધીક્ષક ઇજનેરશ્રીનોઅભિપ્રાય મેળવી વહીવટી વિભાગ રદબાતલ કરી શકશે.

 

ઉક્ત ઠરાવોની જોગવાઇ લક્ષમાં લઇ રદબાતલ કરેલા વાહનોની અપસેટ કિંમતલક્ષમાં લઇ શાખા દ્વારા સદર વાહન નિકાલ કરવા અર્થે નોંધ મદદનીશ નિયામક સમક્ષ રજૂકરવામાં આવશે.

 

મદદનીશ નિયામક નિયમો તથા ઠરાવોની જોગવાઇ લક્ષમાં લઇ પોતાના રીમાર્કસ સાથે નાયબ નિયામકને સાદર કરશે.

 

નાયબ નિયામક પોતાના રીમાર્કસ સાથે નિયામકને પ્રકરણ સાદરકરશે.

 

નિયામક પ્રકરણ ઉપર નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી નિકાલ માટેના આદેશો કરશે. જે કર્યેથી સ્થાનિક દૈનિક પત્રમાં જાહેરાત આપી વાહન નિકાલ કરવામાંઆવશે.

નિર્ણય લેવાની
કાર્યવાહીમાં
સંકળાયેલ
અધિકારીઓનોહોદ્દો

 

નિયામક, નાયબ નિયામક, મદદનીશ નિયામક (જનરલ), નશાબંધી અનેઆબકારી,
અધિક મુખ્ય  સચિવશ્રી, ગૃહ વિભાગ.

ઉપર જણાવેલ
અધિકારીઓના સંપર્ક
અંગેની માહિતી

 

અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર.
નિયામક / નાયબ નિયામક / મદદનીશ નિયામક, નશાબંધી અને આબકારી, નશાબંધી ભવન, સેકટર-૧૦બી, લોકાયુકત ભવનની પાછળ, ગાંધીનગર.

જો નિર્ણયથી સંતોષ
ન હોય તો, ક્યાં અને
કેવી રીતે અપીલ
કરવી ?

 

જિલ્લા અધીક્ષક કક્ષાએથી થયેલ કાર્યવાહીના કિસ્સામાં નિયામકને અને ખાતાના વડાની કક્ષાએ થયેલ કામગીરીના કિસ્સામાં અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગરને પત્ર લખી અપીલ થઇ શકશે.

અનુક્રમ

 

જેના પર નિર્ણય
લેવાનાર છે તે વિષય

 

વર્ગ-૩ ના જુદા જુદા સંવર્ગના અધિકારી / કર્મચારીઓની આંતર જિલ્લા/સ્થાનિક બદલી, બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ, પાયરી ઉતાર, ફરજમોકૂફી વગેરે વહીવટી પ્રકારની તમામ સત્તા ખાતાના વડા કે જે નિમણૂકી સત્તા હોય તેવા કેસોમાં ખાતાના વડા તરીકેની તમામ સત્તા.

માર્ગદર્શક સૂચન /
દિશા-નિર્દેશ જો કોઇ
હોય તો

 

સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.ર-પ-૨૦૦૦ ના ઠરાવ ક્રમાંક--ટી.આર.એફ./૧૦૯૮/૧૪૩૨/ગ.ર થી બદલીઓ અને નિયુક્તિઓના માર્ગદર્શક સિધ્ધાંતો નવેસરથી ઘડવા બાબતના ઠરાવ અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે. તે મુજબ એક સામાન્ય સિધ્ધાંત તરીકે વર્ગ-૧, ર, ૩ ના અધિકારી / કર્મચારીઓને એક સ્થળે ત્રણ વર્ષ પૂરાં કરે તે પહેલા બીજા સ્થળે બદલવા નહિ અને પાંચ વર્ષ પછી તેમને તે જ સ્થળે ચાલુ રાખવા નહીં.તે મુજબ બદલીઓ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

અમલની પ્રક્રિયા

 

બિન સચિવાલય સંવર્ગ કચેરી કાર્યપધ્ધતિથી ઠરાવેલ ધોરણે શાખા નોંધમુક્યા પછી કચેરી અધીક્ષક, વહીવટી અધિકારી, નાયબ નિયામક મારફત નિયામક સમક્ષ ફાઇનલ ઓર્ડર માટે મુકશે.

નિર્ણય લેવાની
કાર્યવાહીમાં
સંકળાયેલ અધિકારીઓનોહોદ્દો

 

વહીવટી અધિકારી,  નાયબ નિયામક, નિયામક, નશાબંધી અનેઆબકારી.

ઉપર જણાવેલ અધિકારીઓના સંપર્ક અંગેની માહિતી

 

નિયામક / નાયબ નિયામક / વહીવટી અધિકારી, નશાબંધી અને આબકારી  કચેરી, નશાબંધી ભવન, સેકટર-૧૦બી, લોકાયુકત ભવનની પાછળ,  ગાંધીનગર.

જો નિર્ણયથી
સંતોષ ન હોય
તો, ક્યાં અને
કેવી રીતે
અપીલ કરવી ?

 

જિલ્લા અધીક્ષક / નાયબ નિયામકના હુકમ સામે નિયામક
નિયામકનાહુકમ સામે અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ (નશાબંધી અને આબકારી), ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગરને પત્ર લખી અપીલ થઇ શકશે.

ક્રમ નંબર --

 

જેના પર નિર્ણય
લેવાનાર છે તે
વિષય

ખાતાના કર્મચારીઓ/અધિકારીઓ વિરૂધ્ધ જુદા જુદા આક્ષેપોવાળી અરજીઓપર પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસ

માર્ગદર્શક
સુચન/
દિશાનિર્દેશ જો
કોઇ હોય તો

 

ગુજરાત સેવા (વર્તણુંક) નિયમો, ૧૯૭૧

અમલની પ્રક્રિયા

 

અરજી મળ્યેથી નિયામકના આદેશો મેળવી સુપ્રિ. વિજીલન્સ/જિલ્લાઅધિક્ષક/નાયબ નિયામક તરફ જરૂરી તપાસ અર્થે મોકલવામાં આવે છે. આ અધિકારીઓ તે અંગે સાધનિક પુરાવા મેળવી વિગતવાર તપાસ કરી અહેવાલ કરે છે. આ અહેવાલ ઉપર શાખા ધ્વારા જરૂરી નોંધ મુકવામાં આવે છે. આવી નોંધવાળી ફાઇલ વહીવટી અધિકારીને કચેરી અધિક્ષક મહે-૩ ધ્વારા રજૂ કરવામાં આવે છે. વહીવટી અધિકારી તમામ મુદાઓ અંગે ચકાસણી કરી નાયબનિયામકને ફાઇલ મોકલે છે. નાયબ નિયામક ફાઇલ અંગે લેવાપાત્ર નિર્ણય લેવા બાબતે યોગ્યતે રિમાર્કસ લખી નિયામકને ફાઇલ રજૂ કરે છે. નિયામક તે ઉપર જો આક્ષેપો ના સાબિત થતા હોય તો આવી અરજી જો સીધી નિયામકની કચેરીને મળેલ હોય તો તે દફતરે કરવા અને જો સરકારશ્રી તરફથી મળેલ હોય તો સરકારશ્રીને દફતરે કરવા અભિપ્રાય સહિત અહેવાલ મોકલી આપે છે. પરંતુ જો તપાસ અહેવાલમાં કર્મચારી/અધિકારી વિરૂધ્ધ આક્ષેપો સાબિત થતા હોય તો તે મુજબ ખાતાકીય તપાસ શરૂ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવે છે.

નિર્ણય લેવાની
કાર્યવાહીમા
સંકળાયેલ
અધિકારીઓનો
હોદ્દો

 

મુખ્ય કારકુન

કચેરી અધિક્ષક

વહીવટી અધિકારી

નાયબ નિયામક

નિયામક

ઉપર જણાવેલ
અધિકારીઓના
સંપર્ક અંગેની
માહિતી

૨-૧૧ માં માહિતી આપ્યા મુજબ

જો નિર્ણયથી
સંતોષ ન હોય
તો, કયાં અને
કેવી રીતે
અપીલ કરવી?

નિયામકના હુકમની સામે અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગુ.રા., ગાંધીનગરને અપીલ કરી શકાય છે.

હિસાબ-૧

ક્રમ નંબર --

 

૧૦

જેના પર નિર્ણય
લેવાનાર છે તે
વિષય

જી.પી.એફ. મંજુર કરવું

માર્ગદર્શક
સુચન/
દિશાનિર્દેશ જો
કોઇ હોય તો

 

મુંબઇ જનરલ પ્રોવિડન્ટ ફંડ નિયમો

અમલની પ્રક્રિયા

 

રાજયપત્રિત અધિકારી/બિન રાજયપત્રિત અધિકારી અરજી કરે ત્યાર બાદનોંધ મુકવામાં આવે છે. બિન રાજયપત્રિત ના કિસ્સામાં હિસાબી અધિકારી જાતે નિર્ણય લેછે. જયારે રાજયપત્રિત અધિકારીના કિસ્સામાં ફાઇલ હિસાબી અધિકારી ધ્વારા નાયબનિયામકને રજુ કરશે. જે નિયમો સાથે ચકાસી આખરી હુકમો માટે નિયામકને રજુ કરવામાં આવશે. ત્યારબાદ નિયામક જાતે નિર્ણય લેશે. નિયામકએ લીધેલ નિર્ણયની જે તેને જાણ કરવામાં આવશે.

નિર્ણય લેવાની
કાર્યવાહીમા
સંકળાયેલ
અધિકારીઓનો
હોદ્દો

 

હિસાબ-૩ મુખ્ય કારકુન

હિસાબ-૧ સીનીયર કારકુન

હિસાબ-૧ મુખ્ય કારકુન

હિસાબનીશ

હિસાબી અધિકારી

નાયબ નિયામક

નિયામક

ઉપર જણાવેલ
અધિકારીઓના
સંપર્ક અંગેની
માહિતી

૨.૧૧ માં માહિતી આપવામાં આવેલ છે.

જો નિર્ણયથી
સંતોષ ન હોય
તો, કયાં અને
કેવી રીતે
અપીલ કરવી?


હિસાબી અધિકારીના આખરી નિર્ણય સામે નિયામકને
નિયામકના આખરીનિર્ણય સામે અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ , ગાંધીનગરને અપીલ કરી શકાશે.

ક્રમ નંબર --

 

૧૧

જેના પર નિર્ણય
લેવાનાર છે તે
વિષય

ડીસ્ટીલરી પરવાના મંજૂર કરવા બાબત.

ડી.એસ.૧, ડી.એસ.૫, ડી.એસ.૬, ડી.એસ.૭ પરવાના મંજૂર કરવાબાબત.

આર.એસ.૬ પરવાના મંજૂર કરવા બાબત.

ડી.એસ.પી.૪ પરવાના મંજૂર કરવા બાબત.

બી.ડબલ્યુ.આઇ.એ.૧ પરવાના મંજૂર કરવા બાબત.

એમ.૧, એમ.૩ પરવાના મંજૂર કરવા બાબત.

 

એફ.એલ.૧ અને એફ.એલ.૨ પરવાના મંજૂર કરવા બાબત.

માર્ગદર્શક
સુચન/
દિશાનિર્દેશ જો
કોઇ હોય તો

બોમ્બે પ્રોહીબીશન (મેન્યુ. ઓફ સ્પીરીટ) (ગુજરાત) રૂલ્સ, ૧૯૬૩

 

બોમ્બે ડીનેચર્ડ સ્પીરીટ રૂલ્સ, ૧૯૫૯

 

બોમ્બે રેકટીફાઇડ સ્પીરીટ રૂલ્સ, ૧૯૫૧

 

ગુજરાત ડીનેચર્ડ સ્પીરીચ્યુઅસ પ્રિપરેશન રૂલ્સ-૧૯૬૨

 

ગુજરાત ઇન્ડસ્ટ્રીલ આલ્કોહોલ રૂલ્સ- ૧૯૬૬

 

બોમ્બે મોલાસીસ રૂલ્સ, ૧૯૫૫

 

મુંબઇ વિદેશી દારુના નિયમો, ૧૯૫૩

અમલની પ્રક્રિયા --

 

 

ઉપરોકત તમામ પરવાના મેળવવા માટે સર્વ પ્રથમ અરજદારે સંબંધિત જિલ્લા અધિકારોઓને નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે. આવી અરજીઓ ઉપર જે-તે વિસ્તારના ક્ષેત્રિય અધિકારીઓ ધ્વારા સૂચિત પરવાના સ્થળની રૂબરૂ મુલાકાત લઇ સરકારશ્રી ધ્વારા નિયત કરવામાં આવેલ ચેકલીસ્ટમાંની વિગતોની ખરાઇ કરી, જરૂરી આધાર-પુરાવા મેળવી તેમના અભિપ્રાય સાથેનો અહેવાલ જિલ્લા અધિકારીને મોકલવામાં આવે છે જે પૈકી જે પ્રકરણોમાં જિલ્લા નશાબંધી સમિતિનો અભિપ્રાય મેળવવો જરૂરી હોય, તેવા પ્રકરણો જિલલા નશાબંધી સમિતિમાં મૂકવામા આવે છે. અને જિલ્લા નશાબંધી સમિતિનો અભિપ્રાય મેળવી જિલ્લા અધિકારી તેમના અભિપ્રાય સહિતની દરખાસ્તો નિયામક કચેરીને મોકલવામાં આવે છે. આવી દરખાસ્તોની જરૂરી ચકાસણી કરી, શાખા ધ્વારા નોંધ મુકવામાં આવે છે. આવી ફાઇલ કચેરી અધિક્ષક ધ્વારા ચકાસણી કરી મદદનીશ નિયામકને રજુ કરે છે. મદદનીશ  નિયામક નિયમો, સુચનાઓ, પરિપત્રો વગેરે સાથે ચકાસી આવી ફાઇલ નાયબ નિયામકને મોકલે છે.તમામ વિગતોની ચકાસણી કરી નાયબ નિયામક, આખરી હુકમ માટે નિયામક સમક્ષ રજુ કરે છે.આખરી હુકમો થયે લેવાયેલ નિર્ણયની અધિક્ષક મારફત જે તે અરજદારને જાણ કરવામા આવે છે.બી.ડબલ્યુ.આઇ.એ.૧ પરવાના નિયામક કચેરી ધ્વારા મંજુર કરવામા આવે છે જયારે ડી.એસ.૫, એમ.૧ જેવા પરવાના મંજુર કરવા માટે નિયામક કચેરી ધ્વારા પુર્વ મંજુરી આપવામા આવે છે.આ સિવાયના ડીસ્ટીલરી, ડી.એસ.૧ પરવાના, આર.એસ.૬, એમ.૩ ડી.એસ.પી.૪, ડી.એસ.૬, ડી.એસ.૭પરવાનાની દરખાસ્તો સરકારશ્રીને મોકલવામા આવે છે જે પૈકી ડીસ્ટીલરી / ડી.એસ.૧પરવાના, સરકારશ્રીની મંજુરી મળ્યેથી નિયામક ધ્વારા મંજુર કરવામા આવે છે. અને બાકીના પરવાનાની મંજુરી મળ્યેથી , તે મુજબની મંજુરી સંબંધિત જિલ્લા અધિકારીઓને નિયામક ધ્વારા આપવામાં આવે છે.

નિર્ણય લેવાની
કાર્યવાહીમા
સંકળાયેલ
અધિકારીઓનો
હોદ્દો

 

સબંધિત જિલ્લા નશાબંધી સમિતિના સભ્યો, જિલ્લા ક્ષેત્રિય તપાસઅધિકારી (નિરીક્ષક/નાયબ નિરીક્ષક), જિલ્લા અધીક્ષક (નશાબંધી અને આબકારી) નાયબનિયામક, નિયામક, નશાબંધી અને આબકારી અને સરકારશ્રી.

ઉપર જણાવેલ
અધિકારીઓના
સંપર્ક અંગેની
માહિતી

 

નિયમ સંગ્રહ (૨.૧૧) ડિરેકટરીમાંથી મળી શકશે.

જો નિર્ણયથી
સંતોષ ન હોય
તો, કયા઼ અને
કેવી રીતે
અપીલ કરવી?

 

જિલ્લા અધિકારી ધ્વારા લેવાયેલ નિર્ણયથી અરજદારને સંતોષ ન હોય તો નશાબંધી ધારો, ૧૯૪૯ ની કલમ ૧૩૭ મુજબ, ૬૦ દિવસની અંદર નિયામકને રૂ.૨૫/- ની કોર્ટ ફીસ્ટેમ્પ સાથે અપીલ અરજી કરી શકશે. નિયામકએ લીધેલ નિર્ણયથી સંતોષ ન હોય તો અરજદાર ઉપરની વિગતે ૯૦ દિવસની અંદર સરકારશ્રીને અપીલ અરજી કરી શકશે.

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 07-08-2018