હું શોધું છું

હોમ  |

માહિતી કક્ષની વિગતો
Rating :  Star Star Star Star Star   

 

 

 

પ્રકરણ-૧૬          માહિતી કક્ષાની વિગતો

લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પધ્ધતિઓઅથવા સવલતો જેવી કે,

(૧) કચેરી ગ્રંથાલય: -નિયામકશ્રી નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદની  કચેરી ખાતે સરકારશ્રીનાધારાધોરણ મુજબ ખરીદ કરવામાં આવેલ કે ફાળવવામાં આવેલ પુસ્તકોનું ગ્રંથાલય નિભાવવામાંઆવેલ છે. જેમાં અન્ય પ્રકાશનોની સાથે આ અધિનિયમ હેઠળ તૈયાર કરવામાં આવનાર માહિતીપુસ્તિકા પણ નિભાવવામાં આવેછે.

(ર) નાટક અને ભવાઇના શોઃ નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદની કચેરી ખાતે આ બાબતે કોઇ વિશિષ્ટકર્મચારીગણની નિમણૂંક કરવામાં આવતી નથી. પરંતુ અત્રેની કચેરીને સરકારશ્રી કક્ષાએથી પ્લાન સદરે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી જિલ્લા કક્ષાએ નશાબંધી અને  આબકારી જિલલા અધિકારીઓ ધ્વારા નાટકના શોની ફાળવણી કરવામાં આવે  છે.

(૩) વર્તમાન પત્રો -સ્થાનિક દૈનિક પત્રોમાંજાહેરાતથી.

(૪) પ્રદર્શનોઃ --નશાબંધી નિતીના ધનિષ્ટ પ્રચારના ભાગરૂપે નશાથી થતાં નુકશાન અને નશાબંધીથી થતાં ફાયદા અંગેનીડીઝાઇનનાસેટો દરેક જિલ્લા અઘિકારીઓને ફાળવવામાં આવેલ છે જેનો ઉપયોગ જિલ્લા અધિકારીઓ ધ્વારા તેમની કચેરીમાં તથા જિલ્લા/તાલુકા કક્ષાએ કરવામાં આવતા કાર્યક્રમોમાં કરવામાં આવે છે.

(પ) નોટીસ બોર્ડ --આ ખાતા હસ્તકની તમામ તાબાનીકચેરીઓમાં નોટીસ બોર્ડરાખવામાં આવેલ છે. જેમાં ખાતાને લગતા પરવાનાઓ સંબધી માહિતીઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

(૬) કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણઃ --ગુજરાતમાહિતી અધિકાર અધિનિયમ,૨૦૦૫માં જોગવાઇ થયા પ્રમાણે જરૂરી ફી સાથે અરજી કર્યે આવુંનિરીક્ષણ કરી શકાશે.

(૭) દસ્તાવેજોની નકલો મેળવવાની પધ્ધતિ --ઉક્તઅધિનિયમ પ્રમાણે

(૮) ઉપલબ્ધીય મુદ્રિત નિયમ સંગ્રહ -- ગુજરાતનશાબંધી અધિનિયમ, ૧૯૪૯ અને તે હેઠળ કરેલા તમામ નિયમો, કેફી ઔષધ અને મન-પ્રભાવીદ્રવ્ય અધિનિયમ, ૧૯૮૫ અને તે હેઠળ કેન્દ્ર સરકાર કક્ષાએથી ઘડવામાં આવેલ નિયમો, મુંબઇ ઔષધ નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૯ અને તે હેઠળના નિયમો, ઔષધિય અને સૌંદર્ય પ્રસાધનબનાવટો (આબકારી જકાત) અધિનિયમ, ૧૯૫૫ અને તે હેઠળ કેન્દ્ર સરકારે કરેલ નિયમો, સ્પિરીટયુક્ત બનાવટો (આંતર રાજ્યો વ્યાપાર અને વાણિજ્ય) નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૫ અનેતે હેઠળ કરેલા નિયમો તથા ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ હેઠળના તમામ નિયમો, ગુજરાતતિજોરી નિયમો-૨૦૦૦, સામાન્ય ભવિષ્યનીધિના નિયમો-૨૦૦૧, કર્મચારીઓ માટેની જુથ વિમાયોજના નિયમો-૧૯૮૧, તબીબી સારવારના નિયમો-૧૯૮૮, ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક)નિયમો-૧૯૭૧, ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧ આ તમામ નિયમ સંગ્રહોમુદ્રિત સ્વરૂપે કચેરીના ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે.

(૯) જાહેર તંત્રની વેબસાઇટ --કાર્યરત થઇ ગયેલછે.

(૧૦) જાહેર ખબરના અન્ય સાધનો --શરાબ અને માદક દ્રવ્યોનું સેવન કરવાની કુટેવોથી સમાજ ખોખલો બને છે. સુખી-સંપન્ન કુટુંબો બરબાદ થઇ જાય છે અને ધીરે ધીરે આખો સમાજ તેમાં ફસાઇ પડે છે. આ તમામ દૂષણોથી સમાજને બચાવવાનું નશાબંધી અને આબકારી ખાતાનું ધ્યેય છે.

        નશાબંધી નીતિના ધનિષ્ટ પ્રચાર  અર્થે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. નશાની બદીથી થતા ગેરફાયદા સમજાવવા આખા વર્ષ દરમ્યાન રમતગમત સ્પર્ધાઓ, નાટકો, નિબંધ સ્પર્ધા, મહેંદી હરિફાઈ, કટપૂતળી, જાદુના શો, પ્રચાર રેલીઓ, પ્રદર્શનો, વ્યસન મુક્તિ કેમ્પો, સેમિનારો, ભજન – ડાયરાનાં કાર્યક્રમો, ફિલ્મ શો, ભવાઈ, ગરબા હરિફાઈ, નશાબંધી ટેબ્લો, દારૂના દૈત્યનું દહન, સંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વિગેરેનું ખાતા દ્વારા આયોજન કરવામાં આવે છે.આ ઉપરાંત રાજ્ય કક્ષાએ આકાશવાણીનાં ટેલિકેન્દ્રો ઉપરથી નશાબંધી પ્રચારની રેડિયો ક્વિકીઝ પ્રસારિત કરીને, દૂરદર્શન કેન્દ્રો ઉપરથી પ્રસારિત થતી લોકપ્રિય અને લોકભોગ્ય સિરિયલોમાં તથા ગુજરાતી સમાચારો અગાઉ નશાબંધી પ્રચારની જાહેરાતો દર્શાવીને, એસ.ટી. નિગમની તેમજ મ્યુ. કોર્પોરેશનની બસોની બેક પેનલો ઉપર જાહેરાતો દર્શાવીને તથા રાજ્યના ધોરીમાર્ગો ઉપર નશાબંધી પ્રચારનાં બોર્ડો દર્શાવીને તેમજ દૈનિક પત્રોમાં નશાબંધી પ્રચારની જાહેરાતો પ્રસારિત કરીને પ્રચાર કરવામાં આવે છે.

        નશાબંધી પ્રચારના કાર્યક્રમો કરવા અર્થે બિનસરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, કાર્યકર્તાઓ, લાયન્સ, રોટરી અને જેસીસ જેવી કલબો, ગ્રામ – તાલુકા – જિલ્લા પંચાયતોના સભ્યશ્રીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, ધાર્મિક સંતો, વિવિધ સંપ્રદાયોના વડાઓ, કલાકારો – કસબીઓ વગેરેનો સાથ સહકાર મેળવી કરવામાં આવે છે.

 

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 08-12-2015