હું શોધું છું

હોમ  |

માહિતી મેળવવાનો અધિકાર- પ્રસ્તાવના
Rating :  Star Star Star Star Star   

 

 

 

પ્રકરણ-૧

પ્રસ્તાવના


૧.૧  ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં નાગરિકોને માહિતગાર રાખવા અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે પ્રયત્નો થાય તો તંત્ર વધુ સુદૃઢ બને. વળી, આમ કરવાને પરિણામે ભ્રષ્ટાચાર પણ નિયંત્રણમાં રહે.
સામા પક્ષે વ્યવહારમાં માહિતીને જાહેર કરવાથી સરકારના કાર્યક્ષમ સંચાલન, મર્યાદિત નાણાંકીય  સાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગોપનીયતાની જાળવણી સહિતના બીજા જાહેર હિતો સાથે સંઘર્ષ થઇ શકે. લોકશાહી આદર્શની સર્વોપરિતા જાળવતી વખતે આ સંઘર્ષમય હિતો વચ્ચે સંવાદિતતા સાધવી પણ જરૂરી છે.
જે સંજોગોમાં કેન્દ્ર સરકારે જે નાગરિકો માહિતી મેળવવા માંગતા હોય તેમને અમુક માહિતી પૂરી પાડવા માટે જોગવાઇ કરવા સારૂ, માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ, ૨૦૦૫ અમલમાં મૂકેલ છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી ખાતાએ આ માહિતી પુસ્તિકા બહાર પાડેલ છે.
૧.૨  આ પુસ્તિકાનો હેતુ જન સામાન્યને આ ખાતા વિશે પ્રાથમિક માહિતી પૂરી પાડવાનો છે.
૧.૩  આ પુસ્તિકા માહિતી મેળવવા ઇચ્છતા દેશના તમામ નાગરિકને ઉપયોગી છે.
૧.૪  આ પુસ્તિકાની માહિતીનું માળખુ અનુક્રમણિકા પ્રમાણેનું છે.
૧.૫  --
૧.૬ આ પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગેની વધુ માહિતી આ ખાતાના વડા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાથી નિમાયેલ જાહેર માહિતી અધિકારી પાસેથી મળી શકશે, જેની વિગત પ્રકરણ- ૧૭ માં આપેલ છે.
૧.૭ માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ના નિયમ-૩ મુજબ જે અરજદાર  કોઇપણ માહિતી મેળવવા માગતા હોય તે માહિતી અંગે ફોર્મ-A માં અથવા ઇ-મીડિયા દ્વારા પબ્લિક ઇન્ફરમેશન અધિકારીને અરજી કરવાની રહેશે. આવી અરજી સાથે અરજદારે રોકડમાં ડિમાન્ડ ડ્રાફટથી અથવા પે-ઓર્ડરથી અથવા નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ લગાવીને નીચે મુજબની ફી ચૂકવવાની રહેશે.
  ગરીબી નીચે જીવતા અરજદાર ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર રજૂ કરે તો તેમની પાસેથી કોઇ ફી લેવાની રહેશે નહીં.
(ક) અરજીની ફી:- અરજી દીઠ રૂ. ૨૦/-
(ખ) બીજી ફી અને તેના ચાર્જીસ:-
 

અનુક્રમ

જોઇતી માહિતીની વિગત

કિંમત (રૂપિયામાં)

૧ 

પ્રકાશન સ્વરૂપની કોઇ માહિતી, જેમાં કોઇ બુક 

પ્રકાશનની મૂળ કિંમત

બીજી માહિતી / દસ્તાવેજો

 

(A)

પૂરી પાડવામાં આવેલ માહિતી, જો 

 

 

(i) માહિતી A4, A3 સાઇઝના પેપરમાં હોય તો 

દરેક પાના દીઠ રૂ.ર/-

 

(ii) મોટી સાઇઝના પેપરમાં હોય તો

જેટલો ખર્ચ થયેલ હોય તેટલી રકમ

(B)

સેમ્પલ, મોડલ અથવા ફોટોગ્રાફ માટે 

જેટલો ખર્ચ થયેલ હોય તેટલી રકમ

(C)

રેકર્ડનું નિરીક્ષણ

પહેલા અડધા કલાક માટે કોઇ ફી નહીં. પછીના અડધા કલાક માટે રૂ. ૨૦/-

(D)

જ્યાં માહિતી ફલોપી અથવા ડીસ્કમાં આપવાની હોય તો

ફલોપી અથવા ડીસ્ક દીઠ રૂ. ૫૦/-

 


  
 જો કોઇ અરજદારને માહિતી ન મળે અથવા મળેલ માહિતી અંગે નારાજ હોય તો ઉપરી અધિકારીને અપીલ કરી શકશે.

 આ અંગેની માહિતી અધિકારી અધિનિયમ, ૨૦૦૫ ની નકલ આ સાથે સામેલ છે.

 

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 08-12-2015