હું શોધું છું

હોમ  |   પરવાના - પરમિટ  |   પરવાનાના હેતુ આધારે  |
એન. ૪ પરવાનો
Rating :  Star Star Star Star Star   

નીરાનું વેચાણ કરતા પરવાનેદારોને તે પુરો પાડવા માટે નીરાના ઝાડ છેદવા અને તેમાંથી નીરો કાઢવા માટેનો પરવાનો.

અરજદારે જિલ્લા કચેરી
ખાતે રજૂ કરવાના આધારો :-
 • રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
 • સંસ્થાની નોંધણીનો આધાર.
 • નિયામકશ્રી, ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડની ભલામણ.
 • છેદવાના ઝાડની માલિકીની અંગેનો પુરાવો તથા અરજદારની પોતાની માલિકીના ઝાડ ન હોય તે કિસ્સામાં માલિકની ઝાડ છેદવા અંગેની લેખતિ સંમતિ.
 • જરૂરી બાંહેધરી.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો -

 • સંબંધિત જિલ્લા કચેરી અરજદારે રજૂ કરેલ માહિતીની ચકાસણી કરી, અરજીનો યોગ્ય નિકાલ કરશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો -

 • પરવાનો મંજૂર થયેથી હાલ વર્ષ અથવા તેના ભાગ માટે રૂ/. ૧૦૦ ની ફી ભરપાઇ કરવાની રહેશે.
 • આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ અને જપ્તી (૨) પરચૂરણના સદરે ભરપાઇ કરવાની રહેશે.
  1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.
 • પરવાનાની મુદત આગામી તા.૩૦ મી જૂન સુધીની રહેશે. જે મુદત પુરી થતા પહેલા તેને ફરી તાજો કરાવવા, નિયામકશ્રી, ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડની ભલામણસહ સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
 • પરવાના સિવાય નીરાના ઝાડ છેદવાથી કે તેમાંથી નીરો કાઢવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૯૦ હેઠળ ૬ માસ સુધીની કેદ અને / અથવા રૂ.૫૦૦ (પાંચસો) સુધીના દંડની સજા થઇ શકે છે.
 

1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

સંબંઘિત લિંકસ
  એસ. એ. ૨ પરવાનો
  બી પઝેશન પરમિટ

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ