હું શોધું છું

હોમ  |

સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪ હેઠળ
Rating :  Star Star Star Star Star   

સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪ હેઠળ

મુંબઇ વિદેશી દારૂ નિયમો, ૧૯૫૩ ના નિયમ ૬૪ હેઠળ ગુજરાત રાજયમાં વસતી વ્યકિતઓને પોતાનું આરોગ્ય જાળવવા અથવા નિભાવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજામાં રાખવા, વાપરવા અને ઉપભોગ માટે નીચે જણાવેલ કાર્યપધ્ધતિ અનુસર્યેથી સ્વાસ્થ્ય પરમિટ મળી શકે છે.

નોંધ -

(૧) અરજદાર વ્યકિતએ ૪૦ (ચાલીસ) વર્ષની ઉંમર પૂર્ણ કરેલ હોવી જોઇશે.

(૨) અરજદારની માસિક આવક રૂ/.25,૦૦૦/- કરતાં વધુ હોવી જોઇશે.

(૩) અરજદાર રાજય સરકારના કર્મચારી છે કે કેમ અથવા કોઇ સ્થાનિક સત્તામંડળ કે વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ કે રાજય સરકાર દ્વારા સ્થાપેલ બોર્ડ કે કમિટીના કોઇ સભ્ય છે કે કેમ તે જણાવવું જોઇશે.

(ક) નિર્ધારીત ફી ભર્યેથી નિયત નમૂનાનું અરજી ફોર્મ જે - તે જિલ્લા કચેરીએથી મળી શકશે.

અરજી ફોર્મની ફી

વિના મૂલ્યે

પ્રોસેસ ફી

રૂ/. ૨૦૦૦

આરોગ્ય તપાસણી ફી

રૂ/. ૨૦૦૦

 

(૧) આ અરજી ફોર્મમાંની વિગતો ભરી અરજદારે રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી ફોર્મ જે-તે કચેરીએ પરત કરવાનું રહેશે.

(૨) બાદ આ ફોર્મ સંબંધિત જિલ્લાના એરીયા મેડિકલ બોર્ડ તરફે મોકલવામાં આવશે.

(ખ) અરજી ફોર્મની સાથે અરજદારે

(૧) પોતાના કૌટુંબિક તબીબનું પ્રમાણપત્ર.

(૨) પોતાની ઉંમરનો પુરાવો.

(૩) જે-તે જિલ્લા ખાતે રહેઠાણનો પુરાવો.

(૪) આવકનો પુરાવો.

(૫) જે-તે રોગ માટે પોતે લીધેલ સારવાર અંગેના જરૂરી આધારો, જો આવી સારવાર લીધેલ હોય તો, રજૂ કરવાના રહેશે.

(ગ) ઉપર્યુકત તમામ આધારો રજૂ કર્યેથી અરજદારની અરજીનો એક માસમાં નિકાલ કરવામાં આવશે.
નીચે જણાવેલ શરતો ખાસ જોવા વિનંતી.

(ઘ) હાલ આ પ્રકારની પરમિટ હેઠળ નીચે મુજબના જથ્થા માટે પરવાનગી આપી શકાય છે. -

 

ઉંમર

મળવાપાત્ર યુનિટ પ્રતિ માસ

૪૦ વર્ષથી વધુ અને ૫૦ વર્ષ સુધીની.

૩ (ત્રણ)

૫૦ વર્ષથી વધુ અને ૬૫ વર્ષ સુધીની.

૪ (ચાર)

૬૫ વર્ષથી વધુ.

 ૫ (પાંચ)

 

(ચ) પરમિટ મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

 

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/. ૨,૦૦૦

 

આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૫ (ખ) પરદેશી દારૂ અને સ્પિરિટ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

(છ) પરમિટની મુદત પુરી થયેથી ઉપર (ક), (ક-૧) અને (ક-૨) પાસે જણાવેલ કાર્યવાહી ફરીથી કરવાની રહેશે.

(જ) અરજદારને મંજૂર કરેલ વિદેશી દારૂનો જથ્થો રાજયમાંના વિદેશી દારૂના માન્ય વેન્ડર્સ લાઇસન્સદાર પાસેથી જ ખરીદવાનો રહેશે.

(ઝ) આવી પરમિટની મુદત, નિયમોને અધીન રહીને એરીયા મેડિકલ બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવે તેટલા સમયની રહેશે.

શરતો -

(૧) પરમિટ કાઢી આપ્યા બાદ તેને લગતા પ્રકરણના કાગળો રાજય તબીબી મંડળમાં મોકલી આપવાની નિયામક, નશાબંધી અને આબકારી કચેરી, ગુજરાત રાજય, અમદાવાદને ઉપર જણાવેલ નિયમોના નિયમ ૬૬ હેઠળ સત્તા રહેલી છે.

(૨) પરમિટની શરતોનો ભંગ થવાથી તે રદ કરવાને કે મોકૂફ રાખવાને પાત્ર છે. વળી,
આવી રીતે શરતોનો ભંગ થવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૫ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને  રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે

 આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

 

સંબંઘિત લિંકસ
  તત્કાલ જરૂરિયાત માટેની પરમિટ
  પ્રવાસીઓ માટેની પરમિટ
  મુલાકાતીઓ માટેની પરમિટ
  વિદેશી દારૂની ગ્રુપ પરમિટ
  સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪ - બી હેઠળ
  સ્વાસ્થ્ય પરમિટ નિયમ ૬૪ - સી હેઠળ
  હંગામી રહેવાસીઓ માટેની પરમિટ

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 03-08-2019