|
- પરવાના/પરમિટના ધારકે પોતાને કાઢી આપવામાં આવેલ પરવાના વિગેરેનું કામકાજ ચલાવવા સારૂ કોઇ વ્યકિતને અધિકૃત કરવા માટે, તે વ્યકિતના નામનું નોકરનામું મેળવવા, પોતાના વિસ્તારના ક્ષેત્રિય અધિકારીને રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સહિત અરજી કરવાની રહેશે.
- જે વ્યકિતના નામનું નોકરનામું મેળવવાનું હોય તે વ્યકિતની ઉંમર, પરવાનો/પરમિટ જે નિયમો હેઠળ કાઢી આપવામાં આવેલ હોય તે નિયમોમાં જણાવ્યા પ્રમાણેની અને કોઇપણ સંજોગોમાં ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઇશે.
- સંબંધિત ક્ષેત્રિય અધિકારી અરજીના અનુસંધાને જરૂરી તપાસ કરી, નોકરનામા ઉપર પ્રતિ સહી કરી આપશે. આવા ક્ષેત્રિય અધિકારી આ પ્રમાણે પ્રતિ સહી કરી આપવાની ના પાડે નહિ ત્યાં સુધી પરવાનેદારે કાઢી આપેલ નોકરનામું અમાન્ય ઠરશે નહીં.
- આ રીતે પ્રતિ સહી મેળવવા માટે નોકરનામા દીઠ, રૂ/.૧૫૦ તથા એફ. એલ. ૧ અને એફ. એલ. ૨ પરવાનાના સંબંધમાં રૂ.૬૦૦ ની ફી એક વર્ષ અથવા તેના ભાગ માટે ભરપાઇ કરવાની રહેશે. આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ અને જપ્તી (૨) પરચૂરણના સદરે ભરપાઇ કરવાની રહેશે.
|
ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.
|
|
|
|