હું શોધું છું

હોમ  |

એ. સી. ૧ પરવાનો
Rating :  Star Star Star Star Star   

 

નવસાર ઉત્પાદન માટેનો પરવાનો

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ

- લિમિટેડ કંપનીનાં કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીનાં કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો આધાર.

- ઉત્પાદન પ્રક્રિયા માટે બેસાડવા ધારેલ મશિનરીની યાદી.

- નવસારનાં ઉત્પાદનની ફેકટરીનો નકશો. 

- નવસારના ઉત્પાદનની મશિનરીની ક્ષમતા બાબતે ચાર્ટર્ડ એન્જિનીયરનું પ્રમાણપત્ર.

- નવસારના ઉત્પાદનની પધ્ધતિ.

- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ના- વાંધા પ્રમાણપત્ર (જરૂરી  હોય તેવા કિસ્સામાં)

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે. અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

- જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી તથા ડીપોઝિટ ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ. ૩,૦૦૦

ડીપોઝિટ

રૂ. ૩૦,૦૦૦

 

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ જપ્તી (૨) પરચુરણનાં સદરે ભરપાઇ કરવાની રહેશે.

 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષના અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાના સિવાય નવસારનું ઉત્પાદન કે ઉપયોગ કરવાથી અથવા તે કબજામાં રાખવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૭૦ - ક હેઠળ છ માસ સુધીની કેદ અને રૂ/. ૧૦૦૦ સુધીના દંડની શિક્ષા થઇ શકશે.

 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

 

સંબંઘિત લિંકસ
  આર. જી.૧ પરવાનો
  એમ.૧ પરવાનો
  એલ.૧ અને એલ. ૨ પરવાનો
  એસ. ડબલ્યુ. ૨ પરવાનો
  ઓ. પી.૨ પરવાનો
  ડિસ્ટિલરી પરવાનો
  ડી. એસ. પી.૧ પરવાનો
  ડી. એસ.૧ પરવાનો
  ડી. ડી. ૧ પરવાનો
  બી. ૨ પરવાનો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 03-08-2019