ડીલરએ ભાંગયુકત દવાઓ કબજામાં રાખી વેચાણ કરવા માટેનો પરવાનો
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-
- રૂ. ૩/-ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી.
- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.
- સંસ્થાની નોંધણીનો આધાર.
- ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એકટ, ૧૯૪૦ હેઠળના માન્ય પરવાનાની નકલ.
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-
- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
- જેના આધારે જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
પરવાનો મંજુર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-
- પરવાનો મંજુર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.
વર્ષ અથવા તેના ભાગ માટે ફી
|
રૂ/.૫૦
|
- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮ (ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધૌ (૩) ફીના સદરે ભરપાઇ કરવાની રહેશે.
1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે. |
- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા પહેલા તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
- પરવાના સિવાય ભાંગયુકત દવાઓનો વ્યવહાર કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૯૦ હેઠળ છ માસ સુધીની કેદ અને/અથવા રૂ.૫૦૦/- સુધીના દંડની શિક્ષા થઇ શકે છે.
1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|