|
સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૧-૧૨-૨૦૦૬ ના જાહેરનામા ક્રમાંક: જીજી/૧૩૭/૨૦૦૬/વદર/૨૦૦૬-૨૯૫૨/ઇ.૧ હેઠળ કોઇપણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન, કોન્ફરન્સ, વ્યવસાયિક કે શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેતા અને ગુજરાત રાજ્યમાં વસવાટ ન કરતા હોય તેવા સભ્યો, ડેલીગેટ કે પ્રતિનિધિઓને વિદેશી દારૂની ગ્રુપ પરમિટ આપવા અંગે જોગવાઈ કરવામાં આવેલ છે. આવા સભ્યો, ડેલીગેટ કે પ્રતિનિધિઓ માટે વિદેશી દારુ ખરીદ કરવા, કબજામાં રાખવા, વાપરવા અને ઉપભોગમાં લેવા માટે નીચે જણાવેલ કાર્યપધ્ધતિ અનુસર્યેથી ગ્રુપ પરમિટ મળી શકે છે:-
(ક) રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન, કોન્ફરન્સ, વ્યવસાયિક કે શૈક્ષણિક સંમેલનના આયોજકએ નિયત નમૂનામાં જે - તે જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે. આ અરજી ફોર્મમાંની વિગતો ભરી, અરજદારે રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી ફોર્મ જે-તે કચેરીએ પરત કરવાનું રહેશે. આવી અરજીની સાથે રૂ./૫૦૦૦ ની ફી ભરપાઈ કરવાની રહેશે. આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૫ (ખ) પરદેશી દારૂ અને સ્પિરિટ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.
|
|
1ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે. |
|
|
(ખ) સંબંધિત જિલ્લા અધિકારી અરજીની વિગતોની ચકાસણી કરશે. આવી ચકાસણીના અંતે તેમને યોગ્ય જણાય તો અરજી કરનાર આયોજક, સંસ્થા કે સરકારી મંડળના નામે વિદેશી દારૂની ગ્રુપ પરમિટ કાઢી આપશે. નીચે જણાવેલ શરત ખાસ જોવા વિનંતી.
(ગ) આવી ગ્રુપ પરમિટની મુદત જે-તે બેઠક કે સંમેલન પુરતી જ રહેશે.
(ઘ) ગ્રુપ પરમિટ હેઠળ મંજૂર થયેલ વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂના માન્ય વેન્ડર્સ લાઇસન્સદાર પાસેથી જ ખરીદ કરવાનો રહેશે. શરત - પરમિટની શરતોનો ભંગ થવાથી, તેનો હેતુ અસ્તિત્વમાં ન રહેવાથી કે પરમિટ ખોટી રજૂઆત કરીને મેળવેલ હોય તે સંજોગોમાં, તે રદ કરવાને કે મોકૂફ રાખવાને પાત્ર છે. વળી, આવી રીતે શરતોનો ભંગ થવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૫ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.
|
|
1 આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે. |
|
|
|