હું શોધું છું

હોમ  |   પરવાના - પરમિટ  |   પરવાનાના હેતુ આધારે  |
ડી. ડી. ૧ પરવાનો
Rating :  Star Star Star Star Star   

હાનિકારક ઔષધનાં ઉત્પાદન માટેનો પરવાનો.

(પરવાના હેઠળ જકાતપાત્ર માલનું ઉત્પાદન થનાર હોય તે કિસ્સામાં આ પરવાનો, એલ. ૧પરવાનાને સંલગ્ન રહેશે.)

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી.

- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી  પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો આધાર.

- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાઢી આપવામાં આવેલ પરવાનાની નકલ તથા લાગુ પડતું હોય તે કિસ્સામાં ફાળવણી પત્રની નકલ.

- અરજદાર જે હાનિકારક ઔષધનું ઉત્પાદન કરવા ઈચ્છતા હોય તેના નામ, જથ્થો, કન્ટેટ વિગેરેની માહિતી.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

- જેના આધારે અરજીનો નિકાલ કરવામાં આવશે.

- અરજદાર મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯, હાનિકારક ઔષધ અધિનિયમ, ૧૯૩૦ કે અન્ય સંબંધિત કાયદા હેઠળ સજાપાત્ર કોઇ ગુનામાં પકડાયેલ છે કે કેમ અને આવા કોઇ ગુના અંગે તેમની સામે કાયદાની કોઇ અદાલતમાં કાર્યવાહી ચાલુ  છે કે કેમ તે બાબતનું ઘોષણાપત્ર તથા હાનિકારક ઔષધ અધિનિયમ, ૧૯૩૦ અને તે હેઠળ કરેલા નિયમો તેમજ કાઢી આપવામાં આવનાર પરવાનાની શરતોના પાલન માટે લેખિત બાંહેધરી આપવાની રહેશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી 

રૂ/. ૫૦

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮ (ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધો (૩) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત  (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા પહેલા તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાના સિવાય હાનિકારક ઔષધના ઉત્પાદન, વપરાશ અને વેચાણ કરવાથી કેફી ઔષધ અને મન:પ્રભાવી દ્રવ્ય અધિનિયમ, ૧૯૮૫ની કલમ ૨૧ હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની કેદ અને ઓછામાં ઓછા એક લાખ રૂપિયા દંડની સજા થઇ શકે છે.

1પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

સંબંઘિત લિંકસ
  આર. જી.૧ પરવાનો
  એ. સી. ૧ પરવાનો
  એમ.૧ પરવાનો
  એલ.૧ અને એલ. ૨ પરવાનો
  એસ. ડબલ્યુ. ૨ પરવાનો
  ઓ. પી.૨ પરવાનો
  ડિસ્ટિલરી પરવાનો
  ડી. એસ. પી.૧ પરવાનો
  ડી. એસ.૧ પરવાનો
  બી. ૨ પરવાનો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ