|
ઔષધીય અને સૌંદર્યપ્રસાધન બનાવટોનાં બોન્ડમાં ઉત્પાદન માટેનો એલ. ૧ પરવાનો તથા બોન્ડ બહાર ઉત્પાદન માટેનો એલ. ૨ પરવાનો.
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-
-
રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
-
લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.
-
સંસ્થાની નોંધણીનો આધાર.
-
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાઢી આપવામાં આવેલ પરવાના અને મંજૂર કરાયેલ ફોર્મ્યુલાની નકલ.
-
સૂચિત પરવાના સ્થળની એમોનિયા પ્રિન્ટની ત્રણ નકલ.
-
લાગુ પડતું હોય તે મુજબ, ઉદ્યોગ કમિશનરશ્રી, ગાંધીનગર દ્વારા કાઢી આપવામાં આવેલ વાર્ષિક ઉત્પાદન કાર્યક્રમ(એપીપી) અથવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલ ફાળવણી હુકમની નકલ.
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-
-
જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
-
બાદ તેમની કક્ષાએથી અરજી નિયામક, નશાબંધી અને આબકારી કચેરી, ગુજરાત રાજય, અમદાવાદને મોકલવામાં આવશે. જે કક્ષાએથી મળેલ સૂચનાના આધારે જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
પરવાના મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-
પરવાનાનો
પ્રકાર |
બનાવટનો પ્રકાર |
વર્ષ અથવા તેના ભાગ માટે ફી રૂ. માં |
એલ. ૧
|
આલ્કોહોલયુકત એલોપેથિક ઔષધીય બનાવટો તથા સૌંદર્યપ્રસાધન બનાવટો.
૧. વાર્ષિક ૨૨૫૦ લિટર થી ઓછો આલ્કોહોલનો વપરાશ.
૨. વાર્ષિક ૨૨૫૦ લિટર થી વધુ આલ્કોહોલનો વપરાશ.
|
૨૦૦
૪૦૦
|
એલ. ૧
|
નાર્કોટીકસયુક્ત ઔષધીય બનાવટો તથા સૌદર્ય પ્રસાધન બનાવટો.
|
૨૦
|
એલ. ૧
|
આલ્કોહોલયુકત હોમિયોપેથિક ઔષધીય બનાવટો
૧. વાર્ષિક ૨૨૫૦ લિટર થી ઓછો આલ્કોહોલનો વપરાશ.
૨. વાર્ષિક ૨૨૫૦ લિટરથી વધુ વપરાશ.
|
૨૦૦
૪૦૦
|
એલ. ૧
|
અન્ય ચિકિત્સા પધ્ધતિ મુજબ ઉત્પાદિત આલ્કોહોલયુકત ઔષધીય બનાવટો.
|
૫૦
|
એલ. ૨
|
આલ્કોહોલયુકત એલોપેથિક ઔષધીય બનાવટો તથા સૌંદર્યપ્રસાધન બનાવટો.
૧. વાર્ષિક ૭૦ લિટરથી ઓછો વપરાશ.
૨.વાર્ષિક ૭૦ લિટરથી વધુ અને ૨૮૦ લિટરથી ઓછો વપરાશ.
૩. વાર્ષિક ૨૮૦ લિટરથી વધુ વપરાશ.
|
૨૦
૫૦
૪૦૦
|
એલ. ૨
|
નાર્કોટિકસયુકત ઔષધીય બનાવટો તથા સૌંદર્યપ્રસાધન બનાવટ.
|
૨૦
|
એલ. ૨
|
આલ્કોહોલયુકત હોમિયોપેથિક ઔષધીય બનાવટો.
૧. વાર્ષિક ૭૦ લિટરથી ઓછો વપરાશ.
૨.વાર્ષિક ૭૦ લિટરથી વધુ અને ૨૮૦ લિટરથી ઓછો વપરાશ.
૩. વાર્ષિક ૨૮૦ લિટરથી વધુ વપરાશ
|
૨૦
૫૦
૪૦૦
|
એલ. ૨
|
અન્ય ચિકિત્સા પધ્ધતિ મુજબ ઉત્પાદિત આલ્કોહોલયુકત ઔષધીય બનાવટો.
|
૫૦
|
-
આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૭ (ગ) આલ્કોહોલ, અફીણ વિગેરે વપરાતા હોય તેવી દવાઓ અને પ્રસાધન માટેની બનાવટો (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.
1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે. |
-
પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. તેને ફરી તાજો કરાવવા સંબંધિત જિલ્લા કચેરી ખાતે ફેબ્રુઆરી માસમાં અરજી કરવાની રહેશે. અન્યથા પરવાના ફી ના ૨૫ ટકા દંડકીય ફી વસૂલ લેવામાં આવશે.
નોંધ -
-
એલ. ૧ પરવાના હેઠળ બોન્ડ હેઠળ રેક્ટિફાઇડ / વિકૃત કરેલ સ્પિરિટ અને / અથવા નાર્કોટીક ડ્રગ મેળવવાથી લઇને અંતિમ બનાવટનાં વેચાણ સુધીની તમામ કામગીરી આ ખાતાના સુપરવિઝન નીચે કરવાની રહેશે.
-
એલ. ૧ પરવાના હેઠળ ઉત્પાદિત અને જેનું કલીઅરન્સ લેવાનું હોય તે જકાતપાત્ર માલ ઉપર કેન્દ્ર સરકારે આ બાબતે વખતો-વખત ઠરાવેલ દરે આબકારી જકાત સરકારશ્રીમાં જમા કરાવ્યા બાદથી જ માલનું કલીઅરન્સ લઇ શકાશે.
-
આ પ્રકારના પરવાના જયારે અન્ય કોઇ કંપની કે એકમ વતી જકાતપાત્ર માલનું ઉત્પાદન કરવા સારૂ લોન લાઇસન્સ તરીકે મેળવવાના હોય ત્યારે પરવાનાની અરજી સંબંધે નિકાલ કરવાની આખરી સત્તા નિયામક, નશાબંધી અને આબકારી કચેરી, ગુજરાત રાજય, અમદાવાદને છે.
1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|
|
|