|
|
વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોના કળા, ઉદ્યોગ અને વ્યવસાયના હેતુસર વપરાશ માટેની પરમિટ.
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-
- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
- રહેઠાણનો પુરાવો
- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.
- સંસ્થાની નોંધણીનો આધાર.
- જરૂરી હોય તેવા કિસ્સામાં સક્ષમ સત્તાધિકારીનું ફાયર-પ્રૂફ સર્ટિફિકેટ.
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-
- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
- બાદ તેમની કક્ષાએથી અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
પરમિટ મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-
- પરમિટ મંજૂર થતા, તેના માટે હાલના દરે નીચે મુજબની ફી, ભરપાઇ કરવાની રહેશે.
પ્રતિ માસ મંજૂર થયેલ વપરાશ
|
વર્ષ અથવા વર્ષના ભાગ માટે ફી રૂ/. માં
|
૫૦ લિટર સુધી
|
૧૫૦
|
૫૦૦ લિટર સુધી
|
૧,૦૦૦
|
૫૦૦ લિટરથી વધુ
|
૨,૦૦૦
|
ખાસ સંસ્થાઓના કિસ્સામાં
|
૧
|
આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.
ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.
|
- પરમિટની મુદત નાણાકીય વર્ષના અંત (તા.૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજી કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરીને અરજી કરવાની રહેશે.
- પરવાના સિવાય વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોનો સંગ્રહ કે વપરાશ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૭-ગ હેઠળ પ્રથમ ગુના માટે ઓછામાં ઓછી ત્રણ માસની કેદ અને ઓછામાં ઓછા રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.
પરમિટધારકોની યાદી સહિત આ પરમિટ અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|
|
|
|