હું શોધું છું

હોમ  |

ડી.ડી.૨ પરવાનો
Rating :  Star Star Star Star Star   

હાનિકારક ઔષધના કેમિસ્ટ દ્વારા પ્રીસ્કિપ્શન ઉપર વેચાણ માટેનો પરવાનો

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી.

- લિમિટેડ કંપની હોય તો આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો આધાર.

- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાઢી આપવામાં આવેલ પરવાનાની નકલ.

- અરજદાર જે હાનિકારક ઔષધનું વેચાણ કરવા ઇચ્છતા હોય તેના નામ, જથ્થો, કન્ટેટ વિગેરેની માહિતી.

- અરજદારે હાનિકારક ઔષધ અધિનિયમ, ૧૯૩૦ અને તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓ તેમજ કાઢી આપવામાં આવનાર પરવાનાની શરતોના પાલન માટે લેખિત બાંહેધરી આપવાની રહેશે.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંકી વિગતો :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે. અને યોગ્ય જણાય તેવી બીજી માહિતી પણ માંગવામાં આવશે.

- જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/.૨૫

-આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૮ (ચ) અફીણ, ગાંજો અને બીજા ઔષધૌ (૩) ફીનાં સદરે ભરપાઇ કરવાની રહેશે.

1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર જિલ્લા કચેરી કે લાગુ પડતા ક્ષેત્રિય નિરીક્ષકની કચેરી  ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાના સિવાય હાનિકારક ઔષધના વપરાશ અને વેચાણ કરવાથી કેફી ઔષધ અને મન:પ્રભાવી દ્રવ્ય અધિનિયમ, ૧૯૮૫ની કલમ ૨૧ હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની કેદ અને ઓછામાં ઓછા એક લાખ રૂપિયા દંડની સજા થઇ શકે છે. 

1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 
 

સંબંઘિત લિંકસ
  આર. એસ. ૬ પરવાનો
  એન. ૩ પરવાનો
  એન. ડી. આર. એલ. અને એન. ડી. ડબલ્યુ. એલ.પરવાના
  એફ. એલ. ૧ અને એફ. એલ. ૨ પરવાના
  એમ. ૩ પરવાનો
  એમ. એ. ૨ પરવાનો
  એમ. એફ. ૨ પરવાનો
  એસ. પી. ૧ પરવાનો
  ઓ.પી. ૨ - એ પરવાનો
  ડી. એસ. ૬ પરવાનો
  ડી. એસ. ૭ પરવાનો
  ડી. એસ. પી. ૪ પરવાનો
  ડી. એસ. પી. ૫ પરવાનો
  ડી. ડી. ૧ પરવાનો
  પોપી ૨ - એ એ પરવાનો
  પોપી ૨ પરવાનો
  બી. ૨ - એ પરવાનો
  બી. ડબલ્યુ. ૧ પરવાનો
  બી. ડબલ્યુ. આઇ. એ. ૧ પરવાનો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 01-02-2006