હું શોધું છું

હોમ  |

ડી.એસ.પી.૪ પરવાનો
Rating :  Star Star Star Star Star   

 

વિકૃત કરેલ સ્પિ‍રિટવાળી બનાવટોના જથ્થાબંધ વેચાણ માટેનો પરવાનો.

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.

- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો આધાર.

- સક્ષમ સત્તાધિકારીનું ફાયર-પ્રૂફ સર્ટિફિકેટ.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો -

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

- બાદ તેમની કક્ષાએથી અરજી જિલ્લા નશાબંધી સમિતિ સમક્ષ મુકવામાં આવશે. આ સમિતિ સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના અધ્યસ્થાને બેઠક બોલાવશે.

- જિલ્લા નશાબંધી સમિતિનો અભિપ્રાય મળ્યેથી અરજી નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ મારફત સરકારશ્રીને મોકલવામાં આવશે. જે કક્ષાએથી અરજી અંગે સૂચના મળ્યેથી, જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો -

-  પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચે જણાવેલ દરે ફી ભરપાઇ કરવાની થશે.

વાર્ષિક વેચાણ

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

૨૫,૦૦૦ લિટર સુધી

રૂ/.૨,૦૦૦

૨૫,૦૦૦ લિટર થી ૫૦,૦૦૦ લિટર સુધી

રૂ/. ૫,૦૦૦

૫૦,૦૦૦ લિટર થી વધુ

રૂ/.૧૦,૦૦૦

 

-આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફીના સદરે ભરપાઇ કરવાની રહેશે.

 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાંકીય વર્ષનાં અંત સુધીની   (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

- પરવાના સિવાય વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટોનો સંગ્રહ કે વેચાણ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૭-ગ હેઠળ પ્રથમ ગુના માટે ઓછામાં ઓછી ત્રણ માસની કેદ અને ઓછામાં ઓછા રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે. 

પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 

 

સંબંઘિત લિંકસ
  આર. એસ. ૬ પરવાનો
  એન. ૩ પરવાનો
  એન. ડી. આર. એલ. અને એન. ડી. ડબલ્યુ. એલ.પરવાના
  એફ. એલ. ૧ અને એફ. એલ. ૨ પરવાના
  એમ. ૩ પરવાનો
  એમ. એ. ૨ પરવાનો
  એમ. એફ. ૨ પરવાનો
  એસ. પી. ૧ પરવાનો
  ઓ.પી. ૨ - એ પરવાનો
  ડી. એસ. ૬ પરવાનો
  ડી. એસ. ૭ પરવાનો
  ડી. એસ. પી. ૫ પરવાનો
  ડી. ડી. ૧ પરવાનો
  ડી. ડી. ૨ પરવાનો
  પોપી ૨ - એ એ પરવાનો
  પોપી ૨ પરવાનો
  બી. ૨ - એ પરવાનો
  બી. ડબલ્યુ. ૧ પરવાનો
  બી. ડબલ્યુ. આઇ. એ. ૧ પરવાનો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 03-08-2019